<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

દિવાળીના તહેવારોને લઈને જામનગર-હાપા માર્કેટિંગ યાર્ડમાં અનાજ અને ડુંગળી વિભાગનું કામકાજ સાત દિવસ બંધ રહેશે

શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે, જેથી શાકભાજીની ખરીદી-વેચાણ અને આવક અંગે ખેડૂતો તથા વેપારીઓએ નોંધ લેવા અપીલ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨ :  દિવાળીના તહેવારો નિમિત્તે હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા રજાની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત તા. ૭ નવેમ્બર, ૨૦૨૬ શનિવારથી તા. ૧૩ નવેમ્બર, ૨૦૨૬ શુક્રવાર સુધી યાર્ડના અનાજ વિભાગ તેમજ ડુંગળી વિભાગમાં હરરાજી અને આવકનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે.

 

જોકે, શાકભાજી વિભાગનું કામકાજ રાબેતા મુજબ ચાલુ રહેશે. જેથી શાકભાજીની ખરીદી-વેચાણ અને આવક અંગે ખેડૂતો તથા વેપારીઓએ નોંધ લેવા હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

 

દિવાળીના તહેવારો બાદ યાર્ડમાં સંબંધિત વિભાગોનું કામકાજ નિયત સમય મુજબ ફરી શરૂ થશે.

(1:37 PM IST)