<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

પાટડીમાં 13 કરોડના ખર્ચે બનનાર 2 કિલોમીટર આરસીસી રોડનું કામ બંધ કરાયું : પાણી નિકાલની સમસ્યાની આશંકા

આ માર્ગ પર જૂના આરસીસી રોડ ઉપર જ નવો રોડ બનાવવાને કારણે રોડની ઊંચાઈ વધુ વધી જવાની શક્યતા

સુરેન્દ્રનગરના પાટડીમાં ખારાઘોડા રોડ રિલાયન્સ ફ્લેટથી વિરમગામ રોડ છાત્રાલય ટર્નિંગ સુધી મંજૂર થયેલા 13 કરોડના બજેટવાળા 2 કિલોમીટર લાંબા આરસીસી (RCC) રોડનું કામ હાલ પૂરતું અટકાવી દેવામાં આવ્યું છે. પાટડી સર્કલથી તાલુકા પંચાયત સુધીના આ માર્ગ પર જૂના આરસીસી રોડ ઉપર જ નવો રોડ બનાવવાને કારણે રોડની ઊંચાઈ વધુ વધી જવાની શક્યતા છે, જેનાથી ભવિષ્યમાં ચોમાસા દરમિયાન પાણીના નિકાલની ગંભીર સમસ્યા સર્જાઈ શકે તેમ હોવાથી આ નિર્ણય લેવાયો છે.

(12:27 AM IST)