તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 23rd July 2026
પોરબંદરના જયુબેલી પુલ નીચે પાણી નિકાલમાં અડચણરૂપ મલબો હટાવવાનું કામ અધુરૂ
સામાજિક અગ્રણી મધુભાઇ સોનેરીએ પુલ નીચે સંપૂર્ણ સફાઇ કરાવવા તંત્ર સમક્ષ માગણી ઉઠાવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૩: જયુબેલી પુલ નીચે વરસાદના પાણીના નિકાલમાં અડચણરૂપ મકાનના કાટમાળ-મલબો હટાવવાની તંત્ર દ્વારા કરેલી કામગીરી અધૂરી હોવાનું સામાજીક અગ્રણી મધુભાઇ સોનરેએ જણાવેલ છે.
ઉપરવાસની નદીમાં વરસાદનું પાણી જયુબેલી પુલ નીચે થઇ ત્યાંથી અસ્માવતી ઘાટ માંથી દરિયામાં નિકાલ થાય છે. આ જયુબેલી પુલ નીચે પાણી નિકાલમાં અડચણરૂપ મલબો હટાવવાની કામગીરી શરૂ કરાવેલ પરંતુ આ મલબો હટાવવાની સાથે સંપર્ણ સફાઇ પુલ નીચે કરવામં આવી ૧ થી અને ભારે વરસાદમાં ફરી જયુબેલી પુલ નીચે પાણી ભરાવવાનું જોખમ હોવાનું સામાજિક અગ્રણી મધુભાઇએ જણાવીને સંપૂર્ણ સફાઇની માગણી ઉઠાવી છે.
જયુબેલી પુલ નીચે વરસાદના પાણી ભરાવવાને લીધે ભારે વરસાદમાં નજીકના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવવાનું તેમજ પુલ નીચેથી પાણીને આગળ જવા માટેનો ફોર્સ ઘટી જવાથી અસ્માવતી ઘાટમાં રેતીને લીધે ફિશીંગ બોટો દરિયામાં લઇ જવા મુશ્કેલી પડે છે. માછીમારોને બારામાંથી બોર દરિયામાં લઇ જવા ભરતીની રાહ જોવી પડે છે સમય વેફફાય છે તેમ મધુભાઇ સોનેરીએ જણાવ્યું છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
