<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

જામનગર પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં વીજ લાઈન અંડરગ્રાઉન્ડ કરવાના કામનો પ્રારંભ : પૂર્વ મેયર સનતભાઈ મહેતા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુહૂર્ત

જામનગર : શહેરના સરુસેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાં પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ૧૧ કેવી (11 KV) ની લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની મહત્વકાંક્ષી કામગીરીનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કામગીરીથી વિસ્તારની વીજ વિતરણ વ્યવસ્થા વધુ સુરક્ષિત અને આધુનિક બનશે.

 

આ પ્રસંગે જામનગરના પૂર્વ મેયર સનતભાઈ મહેતા અને પૂર્વ ડેપ્યુટી મેયર પ્રવીણભાઈ માડમ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ જે.ડી. પાણખાણિયા અને એન. એચ. શાહ તેમજ ઓનિક્સના વિજયભાઈ ડાભી અને એક્યુરેટ ટેકનોલોજીસના સાગરભાઈ મહેતાની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યનું મંગલ પ્રારંભ કરવામાં આવ્યું હતું. પોલીસ હેડક્વાર્ટર જેવા સંવેદનશીલ વિસ્તારમાં વીજ વાયરો જમીનમાં ઉતારવાથી વારંવાર આવતા વીજ ફોલ્ટમાં ઘટાડો થશે અને વિસ્તારની સુંદરતામાં પણ વધારો થશે. આ વિકાસલક્ષી કાર્યને સ્થાનિકોએ આવકાર્યું છે.

(3:22 PM IST)