<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

વિશ્વ સિંહ દિવસ-૨૦૨૬ની ભવ્‍ય ઉજવણી કરાશેઃ સાસણ-ગીરમાં સંકલન બેઠક

એશિયાઇ સિંહ સંરક્ષણ અને લોકજાગળતિ પર ભારઃ વન્‍યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના નાયબ વન સંરક્ષક અગિ્નશ્વર વ્‍યાસે આપ્‍યું માર્ગદર્શનઃ વિવિધ વિભાગોને સોંપાઈ જવાબદારીઓ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા.૨૭: સાસણ-ગીર ખાતે આગામી વિશ્વ સિંહ દિવસ-૨૦૨૬ની ઉજવણીને સુવ્‍યવસ્‍થિત, ભવ્‍ય અને સફળ બનાવવા માટે તા. ૨૬/૦૭/૨૦૨૬ના રોજ એક મહત્‍વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

આ બેઠકમાં TPEO, કે.ની., BRC, SVS તથા તાલુકા કો-ઓર્ડિનેટર્સ સહિત વન વિભાગના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. બેઠક દરમિયાન વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંતર્ગત આયોજિત થનારી વિવિધ પ્રવળત્તિઓ અંગે વિસ્‍તળત ચર્ચા કરવામાં આવી. કાર્યક્રમની આયોજન રૂપરેખા તૈયાર કરવા, જવાબદારીઓનું વિભાજન કરવા અને વિવિધ વિભાગો વચ્‍ચે સંકલન સાધીને કાર્યક્રમને અસરકારક રીતે અમલમાં મૂકવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું.

વન્‍યપ્રાણી વિભાગ, સાસણ-ગીરના નાયબ વન સંરક્ષક અગિ્નશ્વર વ્‍યાસ, ભા.વ.સે. એ ઉપસ્‍થિત સૌને માર્ગદર્શન આપતા જણાવ્‍યું કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નથી. આ એશિયાઇ સિંહોના સંરક્ષણ, જૈવ વૈવિધ્‍યના જતન અને પર્યાવરણ પ્રત્‍યે જનજાગળતિ લાવવાનો મહત્‍વપૂર્ણ અવસર છે.

તેમણે તમામ સંબંધિત અધિકારીઓ અને સંકલનકારોને પરસ્‍પર સુમેળ સાથે જવાબદારીઓનું અસરકારક રીતે નિર્વહન કરી કાર્યક્રમને લોકભાગીદારી સાથે યાદગાર બનાવવા અનુરોધ કર્યો.

કાર્યક્રમની સફળતા માટે દરેક અધિકારી, સંકલનકાર તથા સંબંધિત ટીમોને તેમની જવાબદારીઓ અંગે માહિતગાર કરવામાં આવ્‍યા હતા. આ સાથે કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા માટે રચનાત્‍મક સૂચનો અને અભિપ્રાયો પણ મેળવવામાં આવ્‍યા.

બેઠકમાં મદદનીશ વન સંરક્ષક અને પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ પણ હાજર રહ્યા હતા. અંતે તમામના સહયોગ બદલ આભાર વ્‍યક્‍ત કરવામાં આવ્‍યો હતો.

આ પ્રથમ સંકલન બેઠક હતી. આગામી સમયમાં વિશ્વ સિંહ દિવસ-૨૦૨૬ની ઉજવણીને વધુ ભવ્‍ય અને લોક ભાગીદારી યુક્‍ત બનાવવા માટે વિવિધ સરકારી વિભાગોના ઉચ્‍ચ અધિકારીશ્રીઓ તથા સંબંધિત સ્‍ટેકહોલ્‍ડર્સ સાથે વધુ સંકલન બેઠકોનું આયોજન કરવામાં આવશે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(3:40 PM IST)