હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉપલા દાતાર ખાતે દશેરા પર્વ નિમિત્તે સિદ્ધના ધૂણે વિશ્વ શાંતિ માટે યજ્ઞ અને શસ્ત્ર પૂજન
જૂનાગઢના ઉપલા દાતારની પવિત્ર ધાર્મિક જગ્યા ખાતે આજે વિજયાદશમી-દશેરાના પાવન પર્વ નિમિત્તે પરંપરા મુજબ પૂ.ભીમબાપુની નિશ્રામાં યજ્ઞમાં ભાવિકોએ આહુતિ આપી, અન્નક્ષેત્રમાં જલેબી-ફાફડાનો મહાપ્રસાદ વિતરણ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા.૨૧: જૂનાગઢના ઉપલા દાતારની પવિત્ર ધાર્મિક જગ્યા ખાતે આજે વિજયાદશમી દશેરાના પાવન પર્વ નિમિત્તે પરંપરા મુજબ વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જગ્યાની પરંપરા મુજબ નવનાથ સિદ્ધ ચોર્યાસીના ધૂણા ખાતે વિશ્વ શાંતિ માટે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ યજ્ઞમાં આહુતિ આપી હતી અને વિશ્વ કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
ત્યારબાદ જગ્યા ખાતે પૂજ્ય ભીમ બાપુ દ્વારા જગ્યાના હથિયારો તેમજ બંદોબસ્તમાં રહેલા એસ.આર.પી.ના હથિયારોનું વિધિવત શષા પૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને દાતાર બાપુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
આ પવિત્ર પ્રસંગે પધારેલા સર્વે ભાવિક ભક્તો માટે દાતારની જગ્યા ખાતે દશેરા નિમિત્તે અન્નક્ષેત્રમાં ગરમાગરમ જલેબી-ફાફડાનો મહાપ્રસાદ પણ વિતરણ કરવામાં આવ્યો હતો, જેનો ભાવિકોએ લાભ લીધો હતો.( તસવીરઃ મુકેશ વાઘેલા- જુનાગઢ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
