News of Monday, 22nd June 2026
કેશોદમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

કેશોદ તા.૨૨: (સંજય દેવાણી દ્વારા) ૧૨ માં વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે દીન દયાળ ઉપાધ્યાય ગાર્ડન ખાતે રવિવારે સવારે છ કલાકે યોગના કાર્યક્રમનનુ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધારાસભ્ય દેવાભાઈ માલમ, નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પ્રતીક્ષાબેન દેવળીયા, ચીફઓફીર મુકેશભાઈ વાઘેલા, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા,ભરતભાઈ પ્રજાપતિ, પાલિકા પ્રમુખ પતિ કેયુરભાઈ દેવળીયા, ભારત વિકાસ પરિષદ -કેશોદ ના સંસ્થાપક ડો. સ્નેહલ ભાઈ તન્ના સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સામૂહિક યોગાભ્યાસ કરેલા હતો.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
