<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

અમરેલી જીલ્લામાં કપાસ સહિતના પાકની ચિંતાજનક સ્‍થિતીઃ શંકરસિંહ વાઘેલા

ખેડૂતોના હિતમાં ન્‍યાય આપવા મુખ્‍યમંત્રી સમક્ષ પૂર્વ મુખ્‍યમંત્રીની રજૂઆત

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૧પઃ ગુજરાત રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને રજૂઆત કરીને ખેડૂતોને ન્‍યાય આપવા માંગ કરી છે.

અમરેલી ખાતેના પ્રવાસ દરમિયાન રસ્‍તામાં આવેલા ખેતરોમાં કપાસ સહિતના પાકોની અત્‍યંત ચિંતાજનક સ્‍થિતિ મેં રૂબરૂ જોઈ. ખેડૂતો સાથે વાતચીત કરતાં તેમની મુશ્‍કેલીઓ અને ગંભીર આર્થિક પરિસ્‍થિતિનો પણ સીધો અનુભવ થયો. આ અંગે સોશિયલ મીડિયા દ્વારા વીડિયો મારફતે આ વાસ્‍તવિક સ્‍થિતિ લોકો સમક્ષ મૂકી હતી. ત્‍યારબાદ ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાંથી અનેક ખેડૂતોના ફોન આવ્‍યા. ખેડૂતોની એક જ વિનંતી હતી - ‘બાપુ, અમારા જિલ્લામાં પણ આવી જ સ્‍થિતિ છે, તમે અહીં પણ આવો.'

તાત્‍કાલિક દુષ્‍કાળ જાહેર કરો. જ્‍યાં પરિસ્‍થિતિ ગંભીર છે ત્‍યાં તાત્‍કાલિક સર્વે કરાવી અસરગ્રસ્‍ત વિસ્‍તારોને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવામાં આવે. ખેડૂતોની દેવા માફી કરો. અસરગ્રસ્‍ત ખેડૂતોની ખેતીની લોનનું મૂડી અને વ્‍યાજ બંને માફ કરવામાં આવે.  પાક નુકસાનનું પારદર્શક સર્વે અને સીધી રાહત.ગામવાર અને પાકવાર સર્વે કરી નુકસાનના આધારે સીધી ખેડૂતોના બેંક ખાતામાં સમયબદ્ધ વળતર ચૂકવવામાં આવે.  પાક વીમાના ક્‍લેમનો તાત્‍કાલિક નિકાલ કરો.

અસરગ્રસ્‍ત ખેડૂતોના પાક વીમાના દાવાઓ ઝડપથી મંજૂર કરી ચૂકવણી કરવામાં આવે અને નામંજૂર થયેલા દાવાઓનું કારણ જાહેર કરવામાં આવે. પીવાનું પાણી, સિંચાઈ અને પશુધન માટે તાત્‍કાલિક રાહત આપો.

જરૂરિયાતવાળા વિસ્‍તારોમાં પાણીના ટેન્‍કર, સિંચાઈ માટે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા, ઘાસચારો અને પશુઆહારની તાત્‍કાલિક વ્‍યવસ્‍થા કરવામાં આવે. આગામી વાવેતર માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરો. બિયારણ, ખાતર, દવા, ડીઝલ અને અન્‍ય ખેતી ખર્ચ માટે અસરગ્રસ્‍ત ખેડૂતોને આગામી સિઝન માટે ખાસ આર્થિક સહાય આપવામાં આવે. ખેડૂત મુશ્‍કેલીમાં હોય ત્‍યારે બિનજરૂરી સરકારી જાહેરાતો અને પ્રસિદ્ધિ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા બંધ કરી કરતાં એ નાણાં ખેડૂતોની રાહત, પાક વળતર અને સિંચાઈ માટે વાપરો. સમગ્ર રાહત કામગીરી માટે સમયમર્યાદા જાહેર કરો. સર્વે કયારે પૂર્ણ થશે, દુષ્‍કાળની જાહેરાત કયારે થશે, વળતર કયારે મંજૂર થશે અને ખેડૂતોના ખાતામાં રકમ કયારે જમા થશે ラ તેની જાહેર સમયમર્યાદા નક્કી કરવામાં આવે.

સરકાર પાસે જાહેરાતો કરવાની વ્‍યવસ્‍થા છે, પ્રચાર કરવાની વ્‍યવસ્‍થા છે; હવે ખેડૂતોને રાહત આપવાની પણ એ જ ઝડપ અને ગંભીરતા દેખાવવી જોઈએ. આ બાબતે સરકાર તાત્‍કાલિક હસ્‍તક્ષેપ કરી દિવાળીના તહેવારો પૂર્વે ખેડૂતોને યોગ્‍ય અને સમયસર રાહત આપવા શંકરસિંહ વાઘેલાએ માંગ કરી છે

(1:14 PM IST)