તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
જુનાગઢના ઝાંઝરડા ગામ પાસે કાર રોકી યુવાન પર લાકડા ધોકા વડે હુમલો
સાતલપુર ગામના ૩ સહિત ૫ શખ્સો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૩: જૂનાગઢમાં મધુરમ બાયપાસ રોડ પર વિસ્તારમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા પ્રફુલકુમાર રાજશસીભાઇ ખોડભાયા ઉ.વ.૩૦ પાસે સાતલપુર ગામનો હમીર કરમટા લીજમાંથી રેતી ભરવાના રૂપિયા બે લાખ માગતો હતો. યુવાનને રૂપિયા આપવાના બાકી હોય જેથી તેમનો ટ્રક ગલીયાવાડા નવા બાયપાસ રોડ પરથી શખ્સ લઈ ગયો હતો.
હાથી પ્રફુલભાઈએ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી પરંતુ યુવાન અને હમીર કરમટા વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અને તેણે ટ્રક પાછો આપી દીધો હતો. દરમિયાન ગઈકાલે રાત્રે પ્રફુલભાઈ તથા તેના મિત્ર મિત્ર આયુષ આહીર તથા ભાગીદારો નાગરાજ મુંથવા તથા દેવાંગ ભટ્ટ ફોર વ્હિલર થાર ગાડીમા બેસી ઝાંઝરડા ગામ તરફ આવતા હતા.
ત્યારે ઝાંઝરડા ગામ પાસે ખેતલાબાપા મંદીર નજીક પહોચતા સામેથી હમીર કરમટા, ગોવિંદ કરમટા, અજય હરણ અને બે અજાણ્યા શખ્સોએ કારમા લોખંડના પાઇપ તથા લાકડીઓ તથા કુહાડી સાથે આવી રસ્તામા તેમની ફોર વ્હિલર મોટર કાર આડી નાખી પ્રફુલભાઈની ફોર વ્હિલર રોકાવી હતી.
આ દરમ્યાન શખ્સોએ લોખંડનો પાઇપ, કુહાડી, લાકડી, લાકડા ધોકા સાથે યુવાનની ગાડી પાસે આવી ગાડીનો દરવાનો ખોલવાની કોશીશ કરી હતી, પરંતુ દરવાજો લોક હોવાથી નહીં ખુલતા ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપતા પ્રફુલભાઈ પોતાની ગાડી લઇ ભાગવા જતા ગાડીના આગળના કાચમા ત્રણ ચાર ઘા મારી કાચ તોડી નાખ્યો હતો.
આ બનાવ અંગે તાલુકા પોલીસે યુવાનની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
(12:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
