<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

જેતપુરના કણકીયા પ્‍લોટ વિસ્‍તારમાં યુવાનની હત્‍યા

(કેતન ઓઝા દ્વારા) જેતપુરઃ  શહેરના કણકીયા પ્‍લોટ વિસ્‍તાર માં ભર બપોરે યુવાનની હત્‍યાનો ચર્ચાની બનાવ બન્‍યોઃ જાણવા મળતી વિગત અનુસાર કણકીયા પ્‍લોટ શારદા મંદિર સ્‍કૂલ નજીક આજે બપોરે ૨ વાગ્‍યાના અરસામાં આજ વિસ્‍તારમાં રહેતા યુવાન કમલેશભાઈ અરવિંદભાઈ વાઘેલા ની કોઈ કારણોસર હત્‍યા થતા બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ બનાવનાર સ્‍થળે પહોંચી મળતદેહને પીએમ માટે સરકારી હોસ્‍પિટલ ખાતે ખસેડેલ. બનાવવાનું કારણ હજુ અકબંધ હોય હત્‍યારાઓને ઝડપી પાડવા  સિટી પોલીસ, LCB સહિતની ટીમો કામે લાગી

(3:48 PM IST)