તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
કચ્છના અંજારમાં પેટ્રોલપંપ ઉપર જાહેરમાં યુવાનને છરી વડે વેંતરી નાખ્યો: પ્રેમ પ્રકરણમાં હત્યાની ચર્ચા
સાંજે ગંગા બજારમાં લોકોની અવરજવર વચ્ચે હત્યાના બનાવે સર્જી સનસનાટી : મુસ્તાક જુમા મન્સૂરી નામના યુવાન ઉપર છરી વડે હુમલો કરીને અજાણ્યો હુમલાખોર નાસી છૂટ્યો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૭ : કચ્છના અંજારમાં સમી સાંજે જાહેરમાં લોકોની અવરજવર વચ્ચે બનેલ નિર્મમ હત્યાના બનાવે લોકોમાં ચકચાર સાથે ચર્ચા સર્જી હતી. સનસનાટીભર્યા આ બનાવની વિગતો પ્રમાણે સાંજે ૬ વાગ્યાના અરસામાં મુસ્તાક જુમા મન્સૂરી નામના યુવાન ઉપર અજાણ્યા શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરી ગળા અને સાથળના ભાગે આડેધડ ઘા ઝીંકી વેંતરી નાખ્યો હતો. હુમલો એટલો જીવલેણ હતો કે યુવાન મુસ્તાક ત્યાંજ લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો. હત્યાના બનાવને અંજામ આપી અજાણ્યો હુમલાખોર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ડ્રાઇવિંગ અને ટ્રક ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલ મુસ્તાક મન્સૂરીની હત્યાના બનાવ પાછળ પ્રેમ પ્રકરણ હોવાની ચર્ચાઓ વચ્ચે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
