હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભેસાણના રાણપુરમાં યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો
માંગરોળના જુના કોટડામાં જુગાર રમતા ૭ શખ્સો પકડાયા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩૦ :.. ભેસાણ તાલુકાના રાણપુર ગામે રહેતા રમેશભાઈ દામજીભાઇ મકવાણા ઉ.વ. ૩૫ના નાનાભાઇ મનસુખભાઇ સાથે તેના જ ગામનો રાહુલ કેશભાઇ મકવાણા બોલાચાલી, ઝપાઝપી કરતો હતો. જેથી યુવાને તેના નાનાભાઇને સમજાવી ઘરે મોકલી દેતા શખ્સે ઉશ્કેરાઇ જઇ રમેશભાઈ સાથે બોલાચાલી ઝઘડો કરી ભુંડીગાળો આપી લોખંડનો પાઇપ લઇ આવી લોખંડના પાઇપનો એક ઘા માથાના પાછળના ભાગે મારી દઇ ઈજા પહોંચાડી હતી.
આ બનાવ અંગે ભેસાણ પોલીસે યુવાનની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
જુગાર રમતા પકડાયા
માંગરોળ તાલુકાના જુના કોટડા ગામે પોલીસે દરોડો પાડી વાડી વિસ્તારમાં જુગાર રમતા હારૂન આમદભાઇ ભાભા, ઇસ્માઇલ હુસેનભાઇ બુમડીયા, ઇમરાન અલ્લારખાભાઇ બેલીમ, શાહરૂખ ઉર્ફે ઇબલો હનીફભાઇ શેખ, નીરવ કરશનભાઇ જોરા, અબુબકર હારૂનભાઇ ભાભા અને હનીફ હારૂનભાઇ ભાભા સહિત ૭ શખ્સોને પકડી પાડ્યા હતા.પોલીસે જુગારીઓ પાસેથી રૂપિયા ૨૬,૯૬૦ની રોકડ રકમ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
