News of Saturday, 16th May 2026
જુનાગઢના ડુંગરપુર ગામમાં યુવક પર સોડા બોટલ વડે હૂમલો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧૬: તાલુકાના ડુંગરપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ૩૦ વર્ષીય રાજેશ ઉર્ફે રાજુ કાનજીભાઈ ડાભી બુધવારની રાત્રે પોતાના ઘરે સુતા હતા ત્યારે બે શખ્સે આવીને રોહિત જાદવ તને બોલાવે છે. તેમ કહેતા યુવાન શેરીમાં જતા જ ત્યાં ઉભેલા રોહિતે ‘તું મારા નાના ભાઈ જયેશને કેમ બગાડે છે?' તેમ કહી બોલાચાલી કરી શખ્સે તેના હાથમાં રહેલી કાચની સોડાની બોટલનો છુટ્ટો ઘા રાજેશભાઈ તરફ કર્યો હતો, જે તેમના માથાના ભાગે ડાબા કાનની ઉપર વાગતા લોહીલુહાણ થઈ ગયા હતા.
સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ પણ રાજેશને ગાળો કાઢી ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા. બૂમાબૂમ થતાં પડોશીઓએ દોડી આવી યુવકને છોડાવ્યો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ભીલખા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ યુવકે જૂનાગઢમાં ગિરનાર દરવાજા પાસે આવેલ ગાયત્રીનગરના રોહિત જાદવ સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
