News of Monday, 20th April 2026
વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં યુવક ઉપર હુમલો

વઢવાણ, તા.૨૦: સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં હુમલાની ઘટના સતત વધતી જઈ રહી છે એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે ત્યારે બીજી તરફ વારંવાર જૂથ અથડામણો તેમજ મારા મારીના બનાવો વધી રહ્યા છે વઢવાણ વિસ્તારમાં આવેલા ગણપતિ ફાટક વિસ્તારમાં યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો છે.
ઘરમાં સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ યસ મકવાણા નામના યુવક ઉપર આશિષ જાદવ નરેશ તેમજ અલગ અલગ પાંચ લોકો દ્વારા ધોકા પાઇપ જેવા શાષાોથી હુમલો કરવામાં આવ્યો છે. યુવકને માથાના ભાગે માર મારવામાં આવતા બે ટાંકા માથાના ભાગે આવી ગયા છે અને પગ ના ભાગે પણ ફેક્ચર થઈ ગયું છે પોલીસ વિભાગ દ્વારા ગુનો દાખલ કરી અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
