<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

જામનગરના મોટી ખાવડીમાં યુવકનો આપઘાત

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૩: જામનગર જિલ્લાના મોટી ખાવડી ગામે આંબાવાડી વિસ્‍તાર, મુરલીધર પ્રોવીઝન સ્‍ટોરની બાજુમાં રહેતા હેમતભાઈ રામશીભાઈ વરૂ, ઉ.વ.ર૯ વાળા એ મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર-૧૧-ર૦ર૬ ના મરણજનાર ધીરજકુમારસીંગ અશોકકુમારસીંગ   રે. મોટી ખાવડી ગામે આંબાવાડી વિસ્‍તાર, મુરલીધર પ્રોવીઝન સ્‍ટોરની બાજુમાં રહેતા હેમતભાઈ રામશીભાઈ વરૂની ઓરડીમાં ભાડેથી, તા.જિ.જામનગરવાળા કોઈપણ કારણોસર પોતાની ઓરડીમાં પોતાના હાથે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

દારૂ સાથે ઝડપાયો

જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં એ.એસ.આઈ. રવિન્‍દ્રસિંહ મહાવીરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર-૧૧-ર૦ર૬ ના પટેલ કોલોની શેરી નં.૯, જયઅંબે બેકરીની બાજુમાં શીવાની કન્‍ટ્રકશન ની ઉપર ઓફીસમાં પાસે આરોપી મીતલભાઈ મુકેશભાઈ મોદી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી પીવાનો દારૂ ૬૦૦ એમ.એલ. રૂ.ર૦૦૦/- નો રાખી નીકળતા ઝડપાઈ ગયેલ છે.

મારી નાખવાની ધમકી

જામનગર : મેઘપર(પડાણા) પોલીસ સ્‍ટેશનમાં અરજણભાઈ હમીરભાઈ પરમાર, ઉ.વ.૪પ, રે. જોગવડ રાણીશીપ વિસ્‍તાર તા.લાલપુરવાળા એ ફરીયાદ નોંધાવી છેકે, તા. ૧-૧૧-ર૦ર૬ ફરીયાદી અરજણભાઈ ના કાકાના દિકરા ઘરે આરોપી પ્રકાશભાઈ મકવાણા આવેલ હતા અને તેમને ફરીયાદી અરજણભાઈ ને જેમફાવે તેમ ભુંડી ગાળો આપેલ હતી તથા ફરીયાદી અરજણભાઈ ના દિકરાને માર મારેલ હતો અને ત્‍યારબાદ આરોપી રોહીતભાઈ મકવાણા, યોગેશભાઈ મકવાણા, વિરાભાઈ મકવાણા એ ત્રણેય જણા લાકડાના ધોકા લઈને ફરીયાદી અરજણભાઈ ના ઘરે ગયેલ હતા અને ફરીયાદી અરજણભાઈ ની પત્‍નીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપેલ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જે બાબતે આરોપીઓએ ખાર રાખી આરોપી રોહીતભાઈ મકવાણા તથા યોગેશભાઈ મકવાણા તથા વીરાભાઈ મકવાણા વાળા ત્રણેય આરોપીઓ પોતાના હાથમા લાકડાના ધોકા લઈ આવેલ અને ફરીયાદી અરજણભાઈ ના પત્‍નીને જેમફાવે તેમ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

બિમારીથી યુવાનનું મોત

જામનગર : અહીં શરૂ સેકશન રોડ પોલીસ હેડ કવાર્ટરમાં બ્‍લોક નં.ર૪, રૂમ નં.ર૯૮ માં રહેતા ઉષાબેન જગદીશભાઈ હરજીભાઈ મકવાણા, ઉ.વ.૩૮ વાળા એ સીટી ભબીભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર જગદીશભાઈ હરજીભાઈ મકવાણા, ઉ.વ.૪૧ વાળા ગઈ તા.ર૯-૮-ર૦ર૬ ના સવારના અગીયારેક વાગ્‍યા આસપાસ ઘરે હતા ત્‍યારે જી.બી.એસ. વાયરસની બિમારી થતા તા.૯-૧૦-ર૦ર૬ ના રોજ મરણ થયેલ છે.

(1:21 PM IST)