તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th April 2026
જૂનાગઢમાં ‘લૂ' લાગવાથી યુવકનું મોતઃ સોૈરાષ્ટ્ર-કચ્છ અગનગોળો
સુરેન્દ્રનગરમાં તાપમાન ૪૪.૩ ડિગ્રીએ પહોચ્યું: કાળઝાળ ગરમીથી સોૈ કોઇ હેરાન-પરેશાન

રાજકોટ, તા.૨૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં આકરા તાપથી સર્વત્ર અગનગોળા જેવુ વાતાવતરણ છે ત્યારે જૂનાગઢમાં ‘લૂ' લાગવાથી યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
જૂનાગઢ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૨૯: જુનાગઢમાં ઉનાળાની સખત ગરમીના કારણે અજાણ્યા પુરુષનું મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી.
જુનાગઢ સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી સૂર્ય દેવતા કોપાયમાન થયા છે. અને ગરમીનો પારો સતત વધી રહ્યો છે ગઈકાલે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી ઉપર રહ્યું હતું. આ દરમિયાન ગઈકાલે જૂનાગઢમાં વાઘેશ્વરી માતાજીના મંદિર પાસે એક અજાણ્યા ૪૦ વર્ષના પુરુષનું ઉનાળાની સખત ગરમીના કારણે મળત્યુ નિપજ્યું હતું. જેની જાણ થતાં ભવનાથ પોલીસે દોડી જઈને યુવાનના મળતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આમ ગરમીના કારણે યુવકનું મોત થતા ગમગીની પ્રસરી ગઈ હતી. પોલીસે મરનારની ઓળખ મેળવવા આગળની તપાસ હાથ ધરી છે. માંગરોળ તાલુકાના શીલ ગામના બહાર પરા વિસ્તારમાં રહેતા વિશાલકુમાર અરજણભાઇ કામડીયા ઉ.વ. ૩૫ નામના યુવાનને કોઇ પણ કારણસર પેટમાં બળતરા થતા તેને સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેનો મળતદેહ જ પહોંચ્યો હતો. યુવાનના અકાળે મોતથી તેના પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી.
સુરેન્દ્રનગર
(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૨૯: સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે તેને સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાત રાજ્યનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ૪૪.૦૩ ડિગ્રી સુધી નોંધાવવા પામ્યું છે ત્યારે મિનિમમ તાપમાન છે તે ૨૭ ડિગ્રી સુધી પહોંચી જવા પામ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં હીટ વેવ ની પરિસ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે ગરમીના કારણે લોકો પણ પરેશાન બન્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં રોડ રસ્તાઓ પણ બપોરના સમયે નજરે પડ્યા છે ત્યારે ગરમીનો પારો ૪૪.૦૩ ડિગ્રી સુધી પહોંચી ગયો હોવાના કારણે હીટ વેવ ની પરિસ્થિતિમાં લુ લાગવાની ઘટનાઓ પણ બની છે.
બીજી તરફ સુરેન્દ્રનગર શહેરના રણના અગરિયાઓ ઉપર પણ ગરમીની સીધી અસર છે તે જોવા મળી રહી છે બપોરના સમયે રણમાં કામગીરી ન કરવા અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ સાઇટો ચાલે છે ત્યાં પણ મજૂરોને કામે ન રાખવા માટે તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે અને તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે હજુ પણ ગરમી વધવાની છે ત્યારે ગુજરાત રાજ્યનું સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર બનતાની સાથે પશુ પક્ષી અને જનજીવન ઉપર પણ તેની મહત્વની અસર જોવા મળી છે.
જામનગર
(મુકંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુમત તાપમાન-૨૬.૫, મહતમ તાપમાન- ૩૮.૫, ભેજનુ પ્રમાણ-૭૧.૫, પવનની ગતિ- ૧૨.૫ કિ.મી. રહી હતી.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
