<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

ઉના પાસે અકસ્‍માતમાં ઘવાયેલા યુવાનનું સારવારમાં મૃત્‍યુ

 

(નવીન જોષી દ્વારા) ઉના, તા.૪:  તાલુકાના સિમર ગામ ના યુવાન ને અકસ્‍માતમા ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મળત્‍યુ થયું હતુ.

સીમાર બંદર ગામે રહેતા અને છૂટક ખેત મજૂરી કરતા દેવશીભાઇ લક્ષમણભાઈ સોલંકી ઉ. વ. ૪૦ અને તેમના કુટુંબીક ભાઈ મોહનભાઇ વાઘાભાઈ ડાભી ઉ. વ. ૩૫,  રે. સિમરના મોટર સાયકલ ઉપર બેસી મહુવા તાલુકા ના ક્‍લસર ગામે દવા લેવા જતા હતા ત્‍યારે ભાડા ચોકડી અને ટીમ્‍બી ગામ વચ્‍ચે એક મોટર સાયકલ ચાલક આગળ જતો હતો તેણે અચાનક બ્રેક મારતા મોહનભાઇની મોટર સાયકલ તેમની મોટર સાયકલ પાછળ ભટકાતા દેવશીભાઇ અને મોહનભાઇ રોડ ઉપર પડી ગયા હતા. જેમા બન્ને ને ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ ઉના અને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમા ખસેડાયા હતા જ્‍યાં દેવશીભાઇનું સારવાર દરમિયાન મત્‍યુ થયુ છે.

ઇજાગ્રસ્‍ત મોહનભાઇ સારવાર હેઠળ છે. દેવશીભાઇ ભાઈ તેમના પરિવારમા ત્રણ ભાઈઓ અને પાંચ બહેન છે. પોતે સૌથી નાના હતા તેમના મૃત્‍યુથી સોલંકી પરિવારમા શોક છવાઈ ગયો છે.  નાગેશ્રી પોલીસ એ વધુ તપાસ શરૂ કરી છે.

(11:38 AM IST)