<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

જામનગરના યુવકે કરબલામાં લહેરાવ્યો ભારતનો તિરંગો : દેશભક્તિનો ગૌરવપૂર્ણ સંદેશ દુનિયાભરમાં વાયરલ : “જામનગરથી કરબલા સુધી - તિરંગાનું સન્માન, ભારતનું અભિમાન” : સોયબ લાખાની તસવીર સોશિયલ મીડિયામાં છવાઈ

પવિત્ર જિયારત દરમિયાન સોયબભાઈએ ભારતીય તિરંગો હાથમાં રાખીને દેશ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને ગૌરવ વ્યક્ત કર્યું : શ્રદ્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા ત્રણેયનો સુંદર સમન્વય : આ પ્રસંગ માત્ર એક તસવીર નથી, પરંતુ દેશની જનતા માટે દેશપ્રેમ-ધાર્મિક આસ્થાનો પ્રેરણાદાયક સંદેશ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 23 : ગુજરાતના જામનગર શહેરના એક યુવાને વિદેશની ધરતી પર ભારતનો તિરંગો લહેરાવીને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો સંદેશ આપ્યો છે. 

જામનગરમાં રહેતા યુવક સોયબ સબ્બીરભાઈ લાખાએ ઇરાકના પવિત્ર શહેર કરબલા ખાતે આવેલી ઇમામ હુસૈનની મઝારની જિયારત દરમિયાન પોતાના હાથમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો.

પવિત્ર જિયારત દરમિયાન સોયબભાઈએ ભારતીય તિરંગો હાથમાં રાખીને દેશ પ્રત્યેનો પ્રેમ, સન્માન અને ગૌરવ વ્યક્ત કર્યું હતું. તેમની આ તસવીરમાં શ્રદ્ધા, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા ત્રણેયનો સુંદર સમન્વય જોવા મળે છે.

તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ લોકોએ તેની ભરપૂર પ્રશંસા કરી છે. અનેક યુઝર્સે આને “જામનગરથી કરબલા સુધી - તિરંગાનું સન્માન, ભારતનું અભિમાન” ગણાવી છે.

આ સિદ્ધિ બદલ સોયબભાઈને મિત્રો, પરિવારજનો અને સ્થાનિક લોકો તરફથી અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે. 

લોકોનું કહેવું છે કે આ પ્રસંગ માત્ર એક તસવીર નથી, પરંતુ દેશની તમામ જનતા માટે દેશપ્રેમ અને ધાર્મિક આસ્થાનો પ્રેરણાદાયક સંદેશ છે. જે દર્શાવે છે કે ધર્મ અને દેશ બંને પ્રત્યેની નિષ્ઠા એક સાથે રહી શકે છે.

સોયબભાઈની આ પહેલથી જામનગરનું નામ પણ દેશભરમાં ગૌરવ સાથે લેવાઈ રહ્યું છે.

(9:24 AM IST)