<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

જામનગરમાં ગાળો બોલવા બાબતે છરી ઝીંકી પ્રદિપસિંહની હત્‍યા

ગોકુલનગરમાં બનેલ ઘટનાઃ બે મહિલા સહિત ૭ સામે નોંધાયેલો ગુન્‍હો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: શહેરના ગોકુલનગર વિસ્‍તારમાં શુક્રવારે મોડી રાત્રે છરી વડે જીવલેણ હુમલાની ઘટના બની છે. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સ્‍થાનિક યુવાન પ્રદીપસિંહ જશુભા જેઠવાનું સારવાર દરમિયાન જી.જી. હોસ્‍પિટલમાં મોત નિપજ્‍યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ, અજાણ્‍યા શખ્‍સોએ પ્રદીપસિંહ પર છરી વડે હુમલો કર્યો હતો. લોહીલુહાણ હાલતમાં તેમને તાત્‍કાલિક સારવાર માટે હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા. પરંતુ વધુ લોહી વહી જવાને કારણે તેમને બચાવી શકાયા નહીં.

આ ઘટનાથી સમગ્ર ગોકુલનગર વિસ્‍તારમાં ચકચાર મચી જવા પામી છે અને મળતકના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્‍યું છે

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચી ગયો હતો. પોલીસે મળતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલીને હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે. હુમલાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની ૩ અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. CCTV ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે.દરમિયાન છેલ્લે ભાગવા બાબત મુજબ અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં બાબુ ઉર્ફે રણજીતસિંહ જશાજી જેઠવા, (ઉ.વ.૩૦), રે. ગોકુલનગર શેરી નં.૧૧, ગીરીરાજ પાનની બાજુમાં એ ફરીયાદ નોંધાવી છે કે,  ફરીયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ ના લતામાં અમુક માણસો અદરો અંદર ગાળો બોલતા હોય અને આરોપી સોનુબા ગુમાનસિંહ જાડેજા ને લાગેલ કે અમો ગાળો બોલીએ છીએ જે બાબતે ફરીયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહના ઘરે આવી ફરીયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહ સાથે વાત ચીત કરતા હતા તે દરમ્‍યાન આરોપી ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજા, જયલો રાઠોડ તેમજ દિવ્‍યરાજસિંહ વાઘેલા અને જોશનાબા તથા તેનો ઘરવાળો ફરીયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહના ઘરે આવેલ અને આરોપી પ્રદિપસિંહએ તેની પાસેની છરી વડે ફરીયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહના ભાઈ પ્રદિપસિંહને શરીરે ઘા મારી તેમનું મોત નિપજાવી તેમજ અન્‍ય લોકોએ ભેગા મળી ફરીયાદી બાબુ ઉર્ફે રણજીતસિંહના ભાઈ મયુરસિંહને ઢીકાપાટુનો માર મારી ગેરકાયદેસર મંડળી રચીને એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.(તસવીરઃ કિંજલ કારસરીયા-જામનગર)(૨૩.૫)

(11:09 AM IST)