<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

દેવભૂમિ દ્વારકામાં હાઈવે પર બેફામ ગતિએ બાઈક ચલાવી જોખમી સ્ટંટ કરનારા યુવકો સામે કાર્યવાહી : ચારેય બાઈક ડિટેઈન કરાયા

ઓવરસ્પીડિંગ અને જાહેર માર્ગ પર જોખમી સ્ટંટબાજી બદલ મોટર વાહન અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી

દેવભૂમિ દ્વારકામાં હાઈવે પર બેફામ ગતિએ બાઈક ચલાવી જોખમી સ્ટંટ કરનારા યુવકો સામે પોલીસે લાલ આંખ કરી છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં સ્ટંટબાજોની ઓળખ કરી તેમની ચારેય બાઈક ડિટેઈન કરવામાં આવી હતી. ઓવરસ્પીડિંગ અને જાહેર માર્ગ પર જોખમી સ્ટંટબાજી બદલ મોટર વાહન અધિનિયમ હેઠળ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ પોતાની અને અન્ય લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર રસ્તાઓ પર સ્ટંટ ન કરવા અપીલ કરી છે.

(6:12 PM IST)