News of Tuesday, 26th May 2026
ક્રિકેટ જગતમાં ૧૫ વર્ષના ‘વાવાઝોડા'ની એન્ટ્રી : વૈભવ સૂર્યવંશીએ ક્રિસ ગેલના ૧૭૫ રનના અજેય રેકોર્ડને આપ્યો ખુલ્લો પડકાર!
ટી૨૦માં ૨૦૦ રન ફટકારવાનું લક્ષ્ય રાખતા આ યુવા બેટ્સમેને વિશ્વભરના બોલરોની ઊંઘ હરામ કરી : ફેન્સ પૂછી રહ્યા છે - શું ‘યુનિવર્સ બોસ'નો સામ્રાજ્ય હવે જોખમમાં છે?

નવી દિલ્હી : ક્રિકેટના મેદાન પર અવારનવાર નવા રેકોર્ડ બને છે અને તૂટે છે, પરંતુ કયારેક એવો ચમકારો જોવા મળે છે જે આખા વિશ્વને ચોંકાવી દે છે. ક્રિકેટ જગતમાં અત્યારે એક નવો ‘તુફાની' અવતાર ચર્ચાના કેન્દ્રમાં છે. માત્ર ૧૫ વર્ષની નાની ઉંમરે સનસનાટી મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાની વિસ્ફોટક બેટિંગથી દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું છે. એટલું જ નહીં, તેણે ટી૨૦ ક્રિકેટના બેતાજ બાદશાહ ક્રિસ ગેલના સૌથી મોટા રેકોર્ડને પણ ખુલ્લો પડકાર ફેંકી દીધો છે.
વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે આઈપીએલમાં બનાવેલો અણનમ ૧૭૫ રનનો રેકોર્ડ આજ સુધી ટી૨૦ ક્રિકેટના ઈતિહાસમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર તરીકે અજેય રહ્યો છે. પરંતુ ૧૫ વર્ષના વૈભવ સૂર્યવંશીના તેવર જોઈને ક્રિકેટ પંડિતો પણ માની રહ્યા છે કે આ રેકોર્ડ બહુ લાંબો સમય ટકવાનો નથી. વૈભવની નજર હવે ટી૨૦ મેચમાં બેવડી સદી (૨૦૦ રન) ફટકારવા પર છે.
‘‘મારું લક્ષ્ય માત્ર રન બનાવવાનું નથી, પણ મેદાનની ચારેય તરફ વિસ્ફોટક બેટિંગ કરીને ટીમ માટે મોટો સ્કોર ઊભો કરવાનું છે.''
પોતાની આક્રમક શૈલી અને ગ્રાઉન્ડની ચારેય બાજુ શોર્ટ્સ ફટકારવાની ક્ષમતાને કારણે વૈભવે અત્યારથી જ વિશ્વના બોલરોની ઊંઘ હરામ કરી દીધી છે. સોશિયલ મીડિયાથી લઈને ક્રિકેટ ગેલેરી સુધી અત્યારે માત્ર આ યુવા ખેલાડીના જ ગુણગાન ગવાઈ રહ્યા છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
