News of Friday, 19th June 2026
૨૦૨૬ ફિફા વર્લ્ડ કપ: વિઝા અને મુસાફરી પ્રતિબંધો મામલે ઈરાન ભડક્યું: ફિફા સમક્ષ સત્તાવાર કરશે ફરિયાદ
યુએસએ દ્વારા લાદવામાં આવેલા કડક નિયમોથી ઈરાની ફેડરેશન નારાજ : મેચના દિવસે જ દેશ છોડવાની શરતથી તૈયારીઓ પર અસર

નવી દિલ્હી:૨૦૨૬ના ફિફા વર્લ્ડ કપ દરમિયાન સહ-યજમાન યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસએ) દ્વારા ઈરાની ટીમ પર લાદવામાં આવેલા કડક મુસાફરી પ્રતિબંધોને કારણે મોટો વિવાદ સર્જાયો છે. ઈરાની ફૂટબોલ ફેડરેશને આ પ્રતિબંધો અંગે કડક શબ્દોમાં નિરાશા વ્યક્ત કરી છે અને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા 'ફિફા' (FIFA) સમક્ષ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવાનો નિર્ણય કર્યો છે.નવા વિઝા નિયમો અને પ્રતિબંધો હેઠળ, ઈરાની ખેલાડીઓને મેચના માત્ર એક દિવસ પહેલા જ યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે. એટલું જ નહીં, મેચ સમાપ્ત થતાંની સાથે જ તે જ દિવસે તેમણે દેશ છોડવો પડે તેવી આકરી શરત પણ મૂકવામાં આવી છે. ફેડરેશનના મતે, આ શરત આગામી સમયમાં બેલ્જિયમ સામે રમાનારી મહત્વની મેચ માટે ઈરાની ટીમની રણનીતિ અને તૈયારીઓને ભારે નુકસાન પહોંચાડી શકે છે.
(6:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
