<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામે ચોથી T20I માં ટીમ ઈન્ડિયાથી શરમજનક હારના 5 મુખ્ય કારણો

87 રને કારમી હાર, ન્યૂઝીલેન્ડે 259/7 નો રેકોર્ડ સ્કોર ખડક્યો; ગ્લેન ફિલિપ્સની સદી અને જેકબ ડફીના તરખાટથી ભારત બેકફૂટ પર

નવી દિલ્હી તા.૩૧ : ઓકલેન્ડના ઈડન પાર્કમાં રમાયેલી ચોથી T20I માં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 87 રને હરાવી સીરીઝમાં વ્હાઈટવોશ ટાળ્યો હતો. ટોસ જીતીને બોલિંગ લેનાર ભારતનો નિર્ણય ભારે પડ્યો હતો. ન્યૂઝીલેન્ડે 259/7 નો પહાડી સ્કોર ખડક્યો હતો જે ભારત સામેનો અને પોતાનો સૌથી મોટો T20I સ્કોર છે. જવાબમાં ભારત 172/9 જ બનાવી શક્યું હતું. 

 

 

હારના 5 મુખ્ય કારણો 

 

1. બોલિંગનું ધોવાણ અને ડેથ ઓવરમાં નિષ્ફળતા: ગ્લેન ફિલિપ્સે 49 બોલમાં 10 છગ્ગા સાથે 107 રન અને માઈકલ બ્રેસવેલે 25 બોલમાં 65 રન ફટકાર્યા. બંનેએ 115 રનની ભાગીદારી કરી. નિતિશ કુમાર રેડ્ડીએ 4 ઓવરમાં 64 રન આપ્યા, એક ઓવરમાં 32 રન ફટકારાયા હતા.

 

2. પાવરપ્લેમાં જ વિકેટો ગુમાવવી: 260 રનના લક્ષ્યાંકમાં ભારતે પ્રથમ ઓવરમાં જ બંને ઓપનર ગુમાવ્યા. જેકબ ડફીએ સંજુ સેમસન (4) અને ઈશાન કિશન (0) ને આઉટ કર્યા. ભારત પાવરપ્લેમાં 61/4 થઈ ગયું હતું.

 

3. ગ્લેન ફિલિપ્સનો તરખાટ રોકવામાં નિષ્ફળતા:કોચ સાંઈરાજ બહુતુલેએ પણ સ્વીકાર્યું કે બોલિંગ યુનિટે 20-30 રન વધારે આપ્યા. ફિલિપ્સે ઈડન પાર્કની નાની બાઉન્ડ્રીનો પૂરો ફાયદો ઉઠાવ્યો.

 

4. મિડલ ઓર્ડરનું નિષ્ફળ જવું: અભિષેક શર્મા 27, શ્રેયસ ઐયર 22 અને તિલક વર્મા 35 રન જ બનાવી શક્યા. કોઈ મોટી ભાગીદારી ન થઈ. 

 

5. જેકબ ડફી સામે ઘૂંટણિયે: ડફીએ 4/23 લઈને ભારતીય બેટિંગની કમર તોડી નાખી. સુકાની મિશેલ સેન્ટનરે પણ 2/24 લઈને સૌથી વધુ 32 વિકેટ લેનારો બોલર બન્યો ભારત સામે.

 

આ હાર ભારતની T20I માં રનની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી હાર છે. સીરીઝમાં ભારત હજુ 3-1 થી આગળ છે.

(4:04 PM IST)