News of Monday, 6th May 2024
મુંબઈ અને હૈદરાબાદની ટક્કર : જાણો મેચ સંબંધિત મહત્વના આંકડા

નવી દિલ્હી: મુંબઈ ઈન્ડિયન્સ (MI) સોમવારે તેમના હોમ ગ્રાઉન્ડ પર સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાશે. આ મેચ વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. છેલ્લી વખત આ બંને ટીમો 27 માર્ચે હૈદરાબાદમાં મળી હતી, જેમાં MI 31 રનથી હારી ગઈ હતી.મુંબઈ 11 મેચમાંથી 3 જીત બાદ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચેના 10માં સ્થાને છે. બીજી તરફ હૈદરાબાદ 10માંથી 6 જીત મેળવીને ચોથા સ્થાને છે.ટૂર્નામેન્ટમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 મેચ રમાઈ છે. મુંબઈએ 12 અને હૈદરાબાદ 10 જીત્યા હતા.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
