News of Monday, 6th May 2024
T- 20 વર્લ્ડ કપ પર આતંકી હુમલાનો ખતરો : ICC અને યજમાન દેશ એલર્ટ

નવી દિલ્હી: IPL 2024 પછી તરત જ 1 જૂનથી USA અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ યોજાવાનો છે. જોકે, આ દરમિયાન ટૂર્નામેન્ટ આતંકવાદી હુમલાના પડછાયા હેઠળ છે.વર્લ્ડ કપની તૈયારીઓ અંતિમ ચરણમાં છે, પરંતુ આ દરમિયાન એક આતંકવાદી ષડયંત્રના સમાચાર સામે આવતાં તમામનું ટેન્શન વધી ગયું છે.જો કે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ કહ્યું છે કે તે T20 વર્લ્ડ કપના યજમાન રાષ્ટ્ર - વેસ્ટ ઇન્ડિઝ અને યુએસએ - સાથે મળીને કામ કરી રહ્યું છે તે સુનિશ્ચિત કરવા માટે કે મેગા-ઇવેન્ટમાં આતંકવાદી ખતરાનો સામનો કરવા માટે મજબૂત તૈયારીઓ કરવામાં આવી છે. મેન્સ T20 વર્લ્ડ કપ 1 થી 29 જૂન દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએમાં યોજાવાની છે. કેરેબિયન મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડને ઉત્તર પાકિસ્તાન તરફથી વર્લ્ડ કપ મેચ દરમિયાન આતંકવાદી હુમલા અંગે એલર્ટ મળ્યું છે.મેન્સ T20 વર્લ્ડ કપ માટે આતંકવાદી ખતરા વિશે પૂછવામાં આવતા, ICC અધિકારીએ IANS ને કહ્યું: "યોગ્ય યોજનાઓ અમલમાં છે તેની ખાતરી કરવા ICC યજમાન દેશો સાથે નજીકથી કામ કરી રહ્યું છે. અહેવાલો બહાર આવતાં જ અમે અધિકારીઓ સાથે તરત જ વાત કરી. અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે દરેકને ખાતરી આપી છે કે કોઈપણ જોખમનો સામનો કરવા માટે મજબૂત સુરક્ષા યોજના બનાવવામાં આવી છે."
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
