<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

ધોની કેમ નવમાં નંબર ઉપર બેટીંગ કરવા આવ્‍યો?

નવી દિલ્‍હીઃ ધરમશાલામાં મહેન્‍દ્રસિંહ ધોની જયારે પંજાબ કિંગ્‍સ સામે નવમા નંબરે બેટીંગ કરવા આવ્‍યો ત્‍યારે ચારે બાજુ હોબાળો મચી ગયો હતો. ઇરફાન પઠાણે તેની ઘણી ટીકા કરી અને કહ્યું હતું કે તે તેની ટીમને નુકસાન પહોંચાડી રહ્યો છે અને હરભજનસિંહે તો તેને ટીમમાંથી બહાર બેસવાની સલાહ આપી હતી.

મીડીયા-રીપોર્ટસ અનુસાર, તેના પગના સ્‍નાયુઓ ફાટી ગયા છે એને કારણે તેને હલનચલન કરવામાં મુશ્‍કેલી પડી રહી છે. એથી જ તે પ્રેકિટસ દરમ્‍યાન પણ દોડતો નથી અને શકય એટલી બાઉન્‍ડરી મારવાની કોશિશ કરે છે. ટીમનાં સુત્રોએ જણાવ્‍યું કે ટુર્નામેન્‍ટ શરૂ થતા જ ધોનીએ આ સમસ્‍યાનો સામનો કરવો પડયો હતો છતા તેણે ટીમ માટે રમવાનું ચાલુ રાખ્‍યું છે. હવે કારણ જાણીને લાગે છે કે ધોનીની ટીકા કરનારા બન્ને દિગ્‍ગજ તેની સાથે લાંબા સમય સુધી રમ્‍યા હોવા છતાં તેને સારી રીતે ઓળખી શકયા નથી.

(2:23 PM IST)