તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 8th May 2024
ટીમ ઇન્ડિયાને હીટમેન જેવા કેપ્ટનની જરૂર, હું ઇચ્છું છું કે તે વર્લ્ડકપ જીતેઃ યુવરાજ

નવી દિલ્હી તા. ૮: ટી-ર૦ વર્લ્ડ કપ બ્રેન્ડ-એમ્બેસેડર યુવરાજ સિંહે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આપેલા એક ઇન્ટરવ્યુમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા વિશે મજેદાર વાતો શેર કરી છે. ર૦૦૭માં ભારતીય ટીમમાં ડેબ્યુ કરનાર રોહિતની સફર યુવરાજે નજીકથી જોઇ છે. રોહિત સાથેની તેની પ્રથમ મુલાકાતની યાદ વિશે પૂછવામાં આવતાં યુવરાજે મજાકમાં કહ્યું, ‘ખૂબ રમૂજી વ્યકિત છે. અમે હંમેશાં તેને ચીડવતા આવ્યા છીએ, પણ તે દિલથી બહુ સારો માણસ છે. આટલી સફળતા મળવા છતાં તે બદલાયો નથી. હંમેશાં મજાક કરતો રહે છે. એક ઉત્તમ કેપ્ટન અને મારા નજીકના મિત્રોમાંનો એક છે. હું ઇચ્છું છુંદ કે તે વર્લ્ડ કપ જીતે તે એને લાયક છે.''
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
