<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th May 2024

કલકતાની ટીમે બાબા વિશ્‍વનાથનાં દર્શન કર્યાં

નવી દિલ્‍હીઃ પાંચમી મેએ લખનઉ સુપર જાયન્‍ટસને તેમના હોમ ગ્રાઉન્‍ડ પર ૯૮ રને હરાવ્‍યા બાદ પોતાના હોમગ્રાઉન્‍ડ પર પાછી જઇ રહેલી કોલકતા નાઇટ રાઇડર્સની ટીમે મુશ્‍કેલીનો સામનો કરવો પડયો હતો. ખરાબ હવામાનને કારણે તેમની ફલાઇટ લખનઉથી કલકતા જતી વખતે પહેલા ગુવાહાટી અને પછી વારાસણી ડાઇવર્ટ કરવામાં આવી હતી.

હવામાન સાફ થવાની રાહ જોતી ટીમે આપતિને અવસરમાં ફેરવી દઇ વારાસણીમાં બાબા વિશ્‍વનાથનાં દર્શન કર્યા હતાં. ટીમના વિદેશી ખેલાડીઓએ ગંગા નદીથી વારાણસીના ભવ્‍ય ઘાટ નિહાળવાનો આનંદ પણ માણ્‍યો હતો. દર્શન પછી શાહરૂખ ખાનની આ ટીમ સુરક્ષિત કલકતા પહોંચી ગઇ હતી.

(2:24 PM IST)