News of Thursday, 16th May 2024
સુનિલ છેત્રીની આંતરરાષ્ટ્રીય ફુટબોલમાંથી નિવૃતિ
સોશ્યલ મીડીયામાં કરી જાહેરાત, ૬ જુને કુવૈત સામે પોતાનો અંતિમ મેચ રમશે

નવી દિલ્હી : ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવળત્તિ જાહેર કરી છે. તે તેની છેલ્લી મેચ ૬ જૂને કુવૈત વિરૂદ્ધ રમશે. છેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયોમાં આ માહિતી આપી હતી. આ વીડિયોમાં કેપ્ટન સંન્યાસની જાહેરાત કરતાં ઇમોશનલ થઇ રહ્યો છે.
સુનીલ છેત્રીએ ગુરુવારે (૧૬ મે) જાહેરાત કરી કે તે ૬ જૂને કુવૈત સામે ફિફા વર્લ્ડકપ ૨૦૨૬ ક્વોલિફાયર પછી આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી નિવળત્તિ લેશે.
છેત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોસ્ટ કરેલા એક વીડિયો મેસેજ દ્વારા નિવળત્તિની જાહેરાત કરી હતી. ૩૯ વર્ષના સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ ભારતને ઘણી મહત્વપૂર્ણ મેચોમાં જીત અપાવી છે.
સુનીલ છેત્રીએ ૧૨ જૂન ૨૦૦૫ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી. તેણે આ મેચમાં જ પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ પણ નોંધાવ્યો હતો. છેત્રીએ તેની શાનદાર કારકિર્દીમાં છ વખત AIFF પ્લેયર ઓફ ધ યર એવોર્ડ જીત્યો હતો. આ સિવાય તેમને ૨૦૧૧માં અર્જૂન એવોર્ડ અને ૨૦૧૯માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
કુવૈત અને કતાર સામે ફિફા વર્લ્ડકપ ૨૦૨૬ અને AFC એશિયન કપ ૨૦૨૭ માટે પ્રારંભિક સંયુક્ત ક્વોલિફિકેશનના બીજા તબક્કાની મેચો માટે તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમ ૬ જૂને કોલકાતામાં કુવૈત સામે ગ્રુપ એ-ની છેલ્લી બે મેચ રમ્યા બાદ ૧૧ જૂને દોહામાં કતારનો સામનો કરશે. ભારત ચાર મેચમાં ચાર પોઈન્ટ સાથે ગ્રુપ ટેબલમાં બીજા ક્રમે છે. ગ્રુપમાં ટોચની બે ટીમો FIFA વર્લ્ડકપ ક્વોલિફાયરના ત્રીજા રાઉન્ડ માટે ક્વોલિફાય થશે અને AFC એશિયન કપ સાઉદી અરેબિયા ૨૦૨૭માં તેમનું સ્થાન બુક કરશે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
