News of Thursday, 16th May 2024
ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનવા માટે લક્ષ્મણ, ગંભીર, ફલેમીંગ અને લેન્ગર મુખ્ય દાવેદાર

નવી દિલ્હીઃ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ બાદᅠભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. નવા હેડ કોચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે અરજી મગાવી છે. રાહુલ દ્રવિડે ફરી હેડ કોચ બનવા માટે ફરીથી અરજી કરવી પડશે, જેના ચાન્સિસ ઘણા ઓછા છે. એવામાં ચાલો જાણીએ કે ભારતીય ટીમના નેક્સ્ટ હેડ કોચ બનવા માટે કોણ છે પ્રબળ દાવેદાર અને કોની પાસે કેટલો છે અનુભવ?
વીવીએસ લક્ષ્મણ
૪૯ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીવીએસ લક્ષ્મણ પાસે ૧૩૪ ટેસ્ટ અને ૮૬ વન-ડે રમવાનો અનુભવ છે. છેલ્લાં ૩ વર્ષથી નેશનલ ક્રિકેટ એકેડેમી સંભાળવાની સાથે તે ભારત ‘એ' અને અન્ડર-૧૯ ટીમની પણ દેખરેખ કરી રહ્યો છે.ᅠ
ગૌતમ ગંભીરᅠ
૪૨ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર પાસે ૫૮ ટેસ્ટ, ૧૪૭ વન-ડે અને ૩૭ ᅠટી-૨૦ ઇન્ટરનેશનલ રમવાનો અનુભવ છે. IPLમાં મેન્ટર તરીકે લખનઉ સુપર જાયન્ટ્સને સતત બે વર્ષ અને કોલકાતા નાઇટ રાઇડર્સને વર્તમાન સીઝનમાં પ્લેઓફમાં પહોંચાડનાર ગૌતમ ગંભીર પાસે ટી-૨૦ ક્રિકેટનો સારો અનુભવ છે.ᅠ
સ્ટીફન ફલેમિંગ
૫૧ વર્ષના ન્યુ ઝીલેન્ડના ભૂતપૂર્વ બેટર સ્ટીફન ફલેમિંગ પાસે ૧૧૧ ટેસ્ટ, ૨૮૦ વન-ડે અને પાંચ વ્૨૦ ઇન્ટરનેશનલ રમવાનો અનુભવ છે. આઇપીએલમાં હેડ કોચ તરીકે તેણે ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વખત ચેમ્પિયન બનાવવામાં મદદ કરી છે. અહેવાલો અનુસાર ભારતીય ક્રિકેટ બોર્ડ સ્ટીફન ફલેમિંગને ત્રણેય ફોર્મેટના હેડ કોચ બનાવવા માગે છે.ᅠ
જસ્ટિન લેન્ગરᅠ
ભારતીય હેડ કોચ બનવા માટે આતુર ૫૩ વર્ષના ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઓપનિંગ બેટર જસ્ટિન લેન્ગર પાસે ૧૦૫ ટેસ્ટ અને ૮ વન-ડે રમવાનો અનુભવ છે. તે હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સનો હેડ કોચ છે.
(2:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
