<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

પંત એક યુવા કેપ્‍ટન, તે સમય સાથે શીખશેઃ ગાંગુલી

નવી દિલ્‍હીઃ ભૂતપૂર્વ ભારતીય કેપ્‍ટન અને દિલ્‍હી કેપિટલ્‍સના ડિરેક્‍ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીનું માનવું છે કે રિષભ પંત એક ઉત્તમ કેપ્‍ટન છે અને તેની કેપ્‍ટન્‍સીમાં સમય અને અનુભવ સાથે સુધારો થશે. બાવન વર્ષના ગાંગુલીએ જિયો સિનેમાને કહ્યું, ‘પંત એક યુવા કેપ્‍ટન છે અને તે સમય સાથે શીખશે. ઈજામાંથી વાપસી કર્યા પછી તે આખી સીઝન કેવી રીતે રમ્‍યો એ ઓફ સીઝન દરમ્‍યાન અમને ખાતરી નહોતી.' ‘દાદા'ના ઉપનામથી જાણીતા સૌરવ ગાંગુલીએ આગળ કહ્યું, ‘મને ખુશી છે કે તે પાછો આવ્‍યો અને આખી સીઝન રમ્‍યો. મારી શુભેચ્‍છાઓ તેની સાથે છે. પહેલા દિવસથી કોઈ મહાન કેપ્‍ટન નથી બનતો. તે પણ શીખી રહ્યો છે અને સમય સાથે તે વધુ સારો થશે.

(2:50 PM IST)