<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

ટી-૨૦ વર્લ્‍ડ કપમાં રોહિત અને યશસ્‍વીએ શાનદાર પ્રદર્શન કરવું પડશે

નવી દિલ્‍હીઃ આઇપીએલ પછી તરત જ ભારતીય ટીમે આઈસીસી ટી૨૦ વર્લ્‍ડ કપમાં રમવાનો છે. આ ટુર્નામેન્‍ટને ટીમ ઈન્‍ડિયાના ખેલાડીઓની તૈયારી તરીકે જોવામાં આવી રહી હતી. કેટલાક ખેલાડીઓએ અહીં સારું પ્રદર્શન કર્યું છે પરંતુ કેપ્‍ટન રોહિત શર્મા અને તેના ઓપનિંગ પાર્ટનર યશસ્‍વી જયસ્‍વાલનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નથી રહ્યુ. આ સિઝનમાં બંનેએ ચોક્કસપણે સદી ફટકારી છે પરંતુ તે સિવાય તેઓ કોઈ ખાસ બેટિંગમાં પ્રભાવ પાડી શકયા નથી. ટી-૨૦માં આ બંને પર મોટી જવાબદારી રહેશે. રોહિત શર્મા અને યશસ્‍વી જયસ્‍વાલ આક્રમક બેટિંગ માટે જાણીતા છે, તેથી ટીમ મેનેજમેન્‍ટ આ જોડી પર વિશ્વાસ કરશે. જો કે રોહિતની સાથે વિરાટ કોહલીને પણ ઇનિંગની શરૂઆત કરવા માટે મોકલી શકાય છે.રોહિત શર્મા તેની છેલ્લી કેટલીક મેચોમાં રન બનાવવામાં નિષ્‍ફળ રહ્યો છે

(3:02 PM IST)