<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

પ્‍લેઓફમાં પહોંચવા કાલે બેંગ્‍લોર અને ચેન્‍નાઇ વચ્‍ચે કસોકસની ટક્કર

૧૮મીએ સાંજે ૭:૩૦ વાગ્‍યાથી વિરાટ વિ. ધોની વચ્‍ચે જંગ : ડ્રેસીંગરૂમમાં આરસીબીના સ્‍ટાફે માહી અને તેની ટીમનું ચા થી સ્‍વાગત કર્યું: વિડીયો વાયરલ

નવી દિલ્‍હીઃ આઇપીએલ હવે અંતિમ તબક્કામાં છે ૧૮મીએ સાંજે ૭:૩૦ વાગ્‍યાથી રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર અને ચેન્‍નાઇ સુપર કિંગ્‍સ પ્‍લેઓફમાં પહોંચવા  માટે એકબીજાનો સામનો કરશે ફેન્‍સ મહેન્‍દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીને પણ જોઇ શકશે. પરંતુ આ મેચ પહેલા બેંગ્‍લોરેએ દિલ જીતી લેનારૂં કામ કર્યું છે.

ધોની સહિત ચેન્‍નાઇની આખી ટીમ બેંગ્‍લુરૂ પહોંચી ગઇ છે. હવે ધોનીના સ્‍વાગતનો એક વિડિયો શેર કર્યો છે. જેમાં ચેન્‍નાઇ સુપર કિંગ્‍સનો પૂર્વ કેપ્‍ટન રોયલ ચેલેન્‍જર્સ બેંગ્‍લોર પાસેથી ચા માંગતો જોવા મળે છે. ચા પ્રત્‍યેનો આ પ્રેમ અને સાદગી જોઇએ આસપાસના બધા લોકો હસવા લાગે છે. બેંગ્‍લોરનો સ્‍ટાફ તેને ચાનો કપ આપે છે અને ‘માહી' પરત ફરે છે.

ધોનીનો આ વીડિયો જોયા બાદ વિરાટ અને ધોનીના ફેન્‍સ ખૂબ જ ખુશ દેખાતા હતા. બેંગ્‍લુરૂના ચાહકોએ ધોનીનું સ્‍વાગત કર્યું હતું.

(3:14 PM IST)