તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 21st May 2024
ક્રિકેટર્સની જીંદગી ખુબ જ દખલંદાજીવાળી બની ગઇ છે, કેમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીત રેકોર્ડ કરે છે
રોહિત શર્માનો પ્રાઇવસીમાં દખલ કરવાનો આરોપ, જો કે આઇપીએલ બ્રોડકાસ્ટરનો ખુલાસો

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ જૂનમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ રોહિતે હાલમાં જ સોશિયલ મીડિયા X પર એક પોસ્ટ શેર કરીને ચાહકોમાં સનસનાટી મચાવી દીધી છે. આ પોસ્ટ દ્વારા રોહિતે ૧૧૩૨ બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સ પર અંગત વીડિયો ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે આઇપીએલ બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટસ પર અંગત વીડિયો ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે ચેનલનું નિવેદન સામે આવ્યું છે અને તેણે આવા આરોપોને નકારી કાઢયા છે.
પોસ્ટ જોઈને એવું લાગી રહ્યું હતું કે રોહિતે ગુસ્સામાં આ લખ્યું છે. આ પોસ્ટ દ્વારા તેણે IPL બ્રોડકાસ્ટરને ફટકાર લગાવી છે. રોહિત ગુસ્સે હતો કે તેના ઇનકાર છતાં ચેનલે તેનો અંગત વીડિયો પ્લે કર્યો હતો. તેનુ કહેવું છે ખેલાડીઓનું પણ અંગત જીવન હોય છે. તે મિત્રો સાથે વાત કરે છે. ઙ્કવાસ કરે છે અને તેના પરિવાર સાથે વાત પણ કરે છે. બધું રેકોર્ડ કરીને તેને ચલાવવું યોગ્ય નથી.
રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ક્રિકેટર્સની જીંદગી ખૂબ જ દખલંદાજી વાળી બની ગઈ છે. કેમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરે છે. અમે અમારા મિત્રો સાથી ખેલાડીઓ સાથે તાલીમ દરમિયાન અને મેચના દિવસોમાં ખાનગીમાં શું કરીએ છીએ તેને રેકોર્ડ કરે છે. હિટમેને આગળ લખ્યું. જો કે સ્ટાર સ્પોર્ટ્સને વાતચીત રેકોર્ડ ન કરવાં માટે કહેવામાં આવ્યું હતું. તેમ છતાં તેઓએ કર્યું અને તેને પ્રસારિત પણ કર્યું. જે ગોપનીયતાનું ઉલ્લંધન છે. એક્સક્લુસિવ કંટેટ મેળવવા અને માત્ર વ્યુજ મેળવવા ઇંગેજમેન્ટ પર ફોક્સ કરવું એક દિવસ ચાહકો, ક્રિકેટરો અને ક્રિકેટ વચ્ચેનો વિશ્વાસ ખોવાઈ જશે.
બોડકાસ્ટરએ
નિવેદનમાં શું કહ્યું?
હવે આ મામલે બ્રોડકાસ્ટરનું નિવેદન આવ્યું છે. તેણે આ આરોપોને નકારી કાઢયા છે. તેણે કહ્યું, શ્નઆ કિલપ (વિડિયો) ૧૬ મેના વાનખેડે સ્ટેડિયમ (મુંબઈ) ખાતે પ્રેક્ટિસ સેશન દરમિયાન લેવામાં આવી હતી, જેનો અધિકળત એક્સેસ સ્ટાર સ્પોર્ટ્સ પાસે છે. આમાં એક સિનિયર ખેલાડી બાજુમાં પોતાના મિત્રો સાથે વાત કરતો જોવા મળે છે. સ્ટારે પોતાના નિવેદનમાં કહ્યું, આ વાતચીતનો કોઈબી ઓડિયો ન તો રેકોર્ડ થયો કે ન તો પ્રસારિત થયો. ક્લિપ, જેમાં વરિષ્ઠ ખેલાડીને ઓડિયો રેકોર્ડ ન કરવાની વિનંતી કરતો બતાવવામાં આવ્યો હતો. તે મેચ પૂર્વેની તૈયારીઓ દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સના લાઇવ કવરેજમાં બતાવવામાં આવી હતી. જે એડિટોરિયલની જાણકારીમાં ન હતો.
બ્રોડકાસ્ટરે કહ્યું, સ્ટાર સ્પોર્ટ્સે વિશ્વમાં ક્રિકેટનું પ્રસારણ કરતી વખતે વ્યાવસાયિક આચરણના ઉચ્ચતમ ધોરણોનું પાલન કર્યું છે. ચાહકોને લાવવા, તૈયારીઓ અને એક્સન દરમિયાન ખેલાડીઓની ગોપનીયતાનું ધ્યાન રાખવામાં આવે છે અને તેનું સન્માન કરવામાં આવે છે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
