<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st May 2024

કાકા, આવતા વર્ષે IPL રમ, ઇમ્પેકટ પ્લેયરનો નિયમ છે, તમારે ફીલ્ડીંગ કરવી નહી પડે

શું ૪૪ વર્ષીય ક્રિસ ગેલ ફરી IPL રમતા જોવા મૃશે? ડ્રેસિંગરૂમમાં વિરાટ કોહલીની ઓફર બાદ અટકળ શરૂ

 મુંબઇ : આવતા વર્ષે આઇપીએલ પહેલા એક મેગા ઓકશન થશે, જેમાં શક્ય છે કે ક્રિસ ગેલ પણ ઓકશન માટે પોતાનું નામ નોંધાવી શકે છે. ક્રિસ ગેલનું આવું કરવા પાછળનું કારણ વિરાટ કોહલી અને તેની ઓફર હશે. આરસીબી આઇપીએલ પ્લેઓફમાં પહોંચ્યા પછી, ક્રિસ ગેલ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો જ્યાં તે વિરાટને મળ્યો હતો ત્યાં જ, વિરાટ કોહલીએ તેને ફરીથી આઇપીએલમાં રમવાનો પ્રસ્તાવ મૂક્યો. હવે દેખીતી રીતે જ વિરાટ તરફથી પ્રસ્તાવ આવ્યો છે, તેથી ગેલ પણ આરસીબી  ટીમ તરફથી રમતા જોવા મળી શકે છે.

   જો કે ગેલ આ મુદ્દે હજુ સુધી સહમત થયો નથી. પરંતુ, જો વિરાટે ઓફર આપી છે, તો એવી સંભાવના છે કે તે ચોક્કસપણે આઇપીએલ માં ફરી એકવાર પ્રવેશ કરવા વિશે વિચારે. મોટો પ્રશ્ન એ છે કે વિરાટ કોહલીએ ગેલને ફરીથી આ તરફથી રમવાની ઓફર કેમ કરી? તે પણ જાણીને કે ક્રિસ ગેલ ૪૪ વર્ષનો છે.

   વિરાટ કોહલીએ વાસ્તવમાં ઈમ્પેકટ પ્લેયરના નિયમના કારણે ક્રિસ ગેલને IPLમાં રમવાની ઓફર કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ક્રિસ ગેલ RCBના ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યો. પહેલા ગેલે ત્યાં ટીમના કોચ એન્ડી ફ્લાવર અને અન્ય ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા હતા. પછી વિરાટને મૃતા જ ગેલને IPLમાં રમવાની ઓફર મળી. વિરાટે ગેલને કહ્યું, કાકા, આવતા વર્ષે રમ, ઈમ્પેકટ પ્લેયરનો નિયમ છે. આમાં તમારે ફિલ્ડિંગ કરવાની જરૂર નહીં પડે. આ નિયમ ફકત તમારા માટે જ બનાવવામાં આવ્યો છે. આટલું કહીને વિરાટ પણ હસવા લાગ્યો. જો કે, તે આશ્ચર્યજનક છે કે IPLના ઈમ્પેકટ પ્લેયરના નિયમને વિરાટ પોતે યોગ્ય નથી માનતો, અને હવે તે ગેલને ઈમ્પેકટ પ્લેયર તરીકે આવતા વર્ષે રમવાની વાત કરી રહ્યો છે.

(5:26 PM IST)