<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 24th May 2024

ઓલમ્‍પિકની તૈયારી માટે જર્મની જશે પી. વી. સિંધૂ

ઓલમ્‍પિકમાં બે પદક જીત્‍યા પછી હવે ત્રીજા પર છે નજર

નવી દિલ્‍હી તા. ર૪: આ વર્ષે ર૬ જુલાઇથી શરૂ થનાર પેરિસ ઓલમ્‍પિકમાં ભારતની ટોચની મહિલા બેડમિંગ્‍ટન ખેલાડી પી. વી. સિંધૂ પદકની જોરદાર દાવેદાર છે. ગત બે ઓલમ્‍પિકમાં પદક જીતનાર સિંધુની નજર હેટ્રીક લગાવવા પર છે અને તેના માટે તે સતત સખત તૈયારી કરી રહી છે.

સ્‍પોર્ટસ મંત્રાલયનું મિશન ઓલમ્‍પિક સેલ (એમઓસી) પણ ઓલમ્‍પિકની તૈયારીઓ માટે પોતાના ખેલાડીઓને ઘણી મદદ કરી રહ્યું છે. આના હેઠળ સિંધૂ હવે જર્મની જશે અને એક મહિના સુધી ખાસ ટ્રેનિંગ લેશે. એમઓસીએ ગુરૂવારે સિંધૂને નાણાંકીય મદદના પ્રસ્‍તાવને મંજૂરી આપી દીધી છે.

એમઓસીએ કહ્યું, ‘‘સિંધૂ ટ્રેનિંગ માટે જર્મની જશે, જયાં તે સારબૂકનના હરમન-ન્‍યૂબર્ગર સ્‍પોર્ટસ ચૂલેમાં ટ્રેનીંગ લેશે. તેમની સાથે અંગત કોચ અને સહયોગી સ્‍ટાફ પણ જશે. આ બધાના આવવા-જવા ઉપરાંત બધા પ્રકારનો ખર્ચ મંત્રાલય ઉપાડશે. અમે ઇચ્‍છીએ છીએ કે તેમને સારી ટ્રેનિંગ મળે.

(3:16 PM IST)