<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th May 2024

બીસીસીઆઇએ કર્યો કડક નિર્ણયઃ ટીમ ઇન્‍ડિયા અને ઘરેલુ ક્રિકેટ રમવા માટે ભારતીય પાસપોર્ટ ફરજીયાત

વિદેશમાં રહેતા ભારતીય ખેલાડીઓની મુશ્‍કેલી વધશે

મુંબઇઃ બીસીસીઆઇએ કડક નિર્ણય લેતા કહ્યું છે કે જો કોઇ ખેલાડીએ ઘરેલુ ક્રિકેટ રમવું હશે તો તેની પાસે પાસપોર્ટ હોય. જો કે પહેલા આવું નહોતુ અને ભારતીય પાસપોર્ટ નહીં હોવા છતાં ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવાની પરવાનગી મળી જતી હતી. એ ખેલાડીઓ પાસે પીઆઇઓ અને ઓસીઆઇ કાર્ડ પણ હોતુ હતું.

બોર્ડે આ નિર્ણય એપેક્‍સ કાઉન્‍સીલની મીટીંગમાં લીધો હતો. બીસીસીઆઇના ગેમ ડેવલપમેન્‍ટ જી.એમ. અભય કુરૂવિલાએ કહ્યુ કે  દેશના બધા રાજ્‍યોના એસોસીએશનનો આ માહિતી આપી દેવાઇ છે. જો કે બોર્ડે આ નિર્ણય શા માટે લીધો તેની માહિતી હજુ સુધી નથી મળી.  બોર્ડના આ નિર્ણયથી એ ખેલાડીઓ માટે ભારતીય ટીમના દરવાજા બંધ થઇ જશે. કેમ કે ઘરેલુ ક્રિકેટમાંથી જ ટીમ ઇન્‍ડીયાની પસંદગી થતી હોય છે.

(3:11 PM IST)