News of Saturday, 25th May 2024
તીરંદાજી વર્લ્ડ કપ: ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે તુર્કીને હરાવીને જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: જ્યોતિ સુરેખ વેનમ, પ્રનીત કૌર અને અદિતિ સ્વામીની ભારતીય ત્રિપુટીએ કમ્પાઉન્ડ મહિલા ટીમ ફાઇનલમાં તુર્કીને 232-226થી હરાવીને તીરંદાજી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે ટાઈટલની હેટ્રિક પૂરી કરી. ભારતે આ પહેલા ફ્રાન્સ અને ઈટાલીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતીય ટીમે ટાઈટલ મેચમાં સારી શરૂઆત કરી હતી અને પહેલા રાઉન્ડમાં એક પોઈન્ટની સરસાઈ મેળવી લીધી હતી. ભારતીય ટીમે બીજા રાઉન્ડમાં પાંચ પરફેક્ટ 10, બે X અને એક 9 ફટકારીને તેની લીડ વધારીને ચાર પોઈન્ટ કરી હતી.તુર્કીએ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારતીય ટીમે ચોથા રાઉન્ડમાં જતા તેની ચાર પોઈન્ટની લીડ જાળવી રાખી હતી. ભારતે છેલ્લા રાઉન્ડમાં 58નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
