News of Saturday, 25th May 2024
યુવરાજ સિંહ બાદ શાહિદ આફ્રિદી પણ બન્યો T-20 વર્લ્ડ કપનો બ્રાન્ડ એમ્બેસેડર

નવી દિલ્હી: ICCએ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને અનુભવી ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને T20 વર્લ્ડ કપના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે.
શાહિદ આફ્રિદી આ મેગા ઈવેન્ટના બ્રાન્ડ એમ્બેસેડરની યાદીમાં T20 દિગ્ગજ યુવરાજ સિંહ, ક્રિસ ગેલ અને આઠ વખતના ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા દોડવીર યુસૈન બોલ્ટ સાથે જોડાયો છે.ICCએ એક રિલીઝમાં જણાવ્યું હતું કે, "કપ્તાન તરીકે બે સહિત છ T20 વર્લ્ડ કપમાં રમ્યા બાદ, આફ્રિદીનું પ્રદર્શન પ્રભાવશાળી રહ્યું છે વર્લ્ડ કપમાં અનુભવ અને પ્રદર્શન પ્રશંસનીય છે."આફ્રિદીએ કહ્યું કે તે T20 વર્લ્ડ કપનો ભાગ બનીને ખુશ છે અને 9 જૂને કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ઉત્સાહિત છે
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
