News of Monday, 27th May 2024
ફ્રેન્ચાઇઝીએ એવા ખેલાડીઓને ટીમમાં લેવા જોઇએ કે તે પોતાના રેકોર્ડ કરતાં ટીમને વધુ મહત્વ આપે
રાયડુએ સાધ્યું ઉપરા ઉપર નિશાન?

નવી દિલ્હીઃ આઇપીએલમાં વિરાટ કોહલીને ઓરેન્જ કેપ આપવામાં આવી છે. ચેન્નાઈના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુએ કહ્યું કે આઈપીએલ ટ્રોફી ઓરેન્જ કેપથી જીતવામાં આવતી નથી. ટ્રોફી જીતવા માટે ટીમના સહકાર જરૂરી છે.
રાયડુએ કહ્યું કે કોલકાતામાં જોઈ શકાય છે કે મિશેલ સ્ટાર્ક, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ બધાએ યોગદાન આપ્યું છે, તો ધ્ધ્ય્ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. ટ્રોફી જીતવા માટે તમામ ખેલાડીઓએ થોડું યોગદાન આપવું પડશે. ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી ટ્રોફી જીતી શકતો નથી. આ પહેલા પણ જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર રાજસ્થાન સામે હાર્યું હતું ત્યારે પણ રાયડુએ બેંગ્લોરના ખેલાડીઓ અને મેનેજમેન્ટને આડે હાથ લેતા કહ્યું હતું કે બેંગલુરુમાં એવા ખેલાડીઓ છે જે ટીમની જીતને બદલે પોતાના અંગત લક્ષ્યોને વધુ મહત્વ આપે છે. એક દિગ્ગજ ખેલાડી બેંગલુરુ આવ્યો છે, પરંતુ હજુ પણ બેંગલુરુ એક પણ ટ્રોફી જીતી શક્યું નથી, કારણ કે બેંગલુરુના ખેલાડીઓ વ્યકિતગત લક્ષ્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે અહીં પણ વિરાટ કોહલી રાયડુના નિશાના પર હતો. રાયડુએ કહ્યુંં કે ફ્રેન્ચાઈઝીએ એવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવા જોઈએ, જેઓ પોતાના રેકોર્ડ કરતાં ટીમને વધુ મહત્વ આપે છે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
