News of Monday, 27th May 2024
BCCIએ IPLના રિયલ હીરો માટે કરી ઈનામની જાહેરાત

મુંબઈ: BCCI સચિવ જય શાહે સોમવારે IPL 2024ના 13 સ્થળોના તમામ ગ્રાઉન્ડ સ્ટાફ અને પિચ ક્યુરેટર્સ માટે ઈનામની જાહેરાત કરી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો છે. શાહરૂખ ખાન, ગૌતમ ગંભીર, રિંકુ સિંહથી લઈને કેપ્ટન શ્રેયસ અય્યર સુધી, ચેપોક સ્ટેડિયમમાં ઉજવણીની અસામાન્ય રીતો અને તસવીરો ચોક્કસ તમારા દિલ જીતી લેશે.આ દરમિયાન BCCI સેક્રેટરી જય શાહે પણ કંઈક એવી જાહેરાત કરી છે જેણે દરેકનું દિલ જીતી લીધું છે. વાસ્તવમાં, BCCIએ ગ્રાઉન્ડ્સમેન અને પિચ ક્યુરેટર્સ માટે લાખો રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.જય શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે. તેણે આ પોસ્ટ દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ અને ક્યુરેટર્સને આની જાહેરાત કરી.જય શાહે ટ્વીટર પર લખ્યું, “અમારી સફળ IPL 2024 સીઝનમાં અનસંગ હીરો ગ્રાઉન્ડ સ્ટાફની ભૂમિકા રહી છે. તેણે ખરાબ હવામાનમાં પણ સારી પિચ તૈયાર કરી હતી. 10 નિયમિત IPL મેદાનના ગ્રાઉન્ડ્સમેન અને ક્યુરેટરને 25 લાખ રૂપિયા મળશે. જ્યારે 3 વધારાના મેદાનના સ્ટાફને 10 લાખ રૂપિયા મળશે. તમારા સમર્પણ અને સખત મહેનત બદલ આભાર!”
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
