News of Monday, 27th May 2024
IPL -2024 : સૌથી વધુ રન, સૌથી વધુ વિકેટ અને કોણે સૌથી ઝડપી સદી ફટકારી ?: જાણો આ સિઝનના રેકોર્ડ
સૌથી વધુ કેચ, સૌથી વધુ ભાગીદારી અને સૌથી વધુ સિક્સ કોણે ફટકારી : જાણો રસપ્રદ માહિતી

આઈપીએલ 2024માં કોલકાતા નાઇટ રાઈડર્સ ચેમ્પિયન બન્યું છે. કોલકાતા નાઈટ રાઇડર્સે આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં કોલકાતાએ 10.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. કોલકાતાની ટીમ ત્રીજી વખત ચેમ્પિયન બની છે. આ પહેલા 2012 અને 2014માં ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. આઈપીએલ 2024માં સૌથી વધારે રન, સૌથી વધારે વિકેટ, સૌથી વધારે ફોર સહિત એવા ખાસ રેકોર્ડ વિશે જણાવી રહ્યા છીએ.
આઈપીએલ 2024માં કૂલ 2174 ફોર જોવા મળી છે. જ્યારે 1260 સિક્સર જોવા મળી છે. સૌથી વધારે સિક્સરની વાત કરવામાં સનરાઈઝર્સ હૈદરાબાદના અભિષેક શર્માએ ફટકારી છે. તેણે કુલ 42 સિક્સરો ફટકારી છે.
હૈદરાબાદની ટીમ આઈપીએલના ઈતિહાસમાં કોઈ પણ ફાઈનલમાં સૌથી ઓછો સ્કોર બનાવનાર ટીમ બની હતી. આ પહેલા રેકોર્ડ ચેન્નાઈ સુપર કિંગ્સના નામે હતો. તેણે 2013ની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 9 વિકેટે 125 રન બનાવ્યા હતા.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
