News of Wednesday, 29th May 2024
કોલકતા નાઇટ રાઇડર્સનું નો મોર સાઇલન્સ સેલિબ્રેશન

નવી દિલ્હીઃ કેપ્ટન પેટ કમિન્સની ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદને ફાઈનલમાં હરાવીને ચેમ્પિયન બનેલી કોલકાતા નાઈટ રાઈડર્સનું સેલિબ્રેશન અટકવાનું નામ નથી લઈ રહ્યું. ટ્રોફી ઉપાડતા સમયે કેપ્ટન શ્રેયસ ઐયરે મેસી સ્ટાઇલમાં સેલિબ્રેશન કર્યું હતું. ત્યાર બાદ ઓનર શાહરુખ ખાને ટીમ સાથે મળીને ફ્લાઇંગ કિસ સેલિબ્રેશન કર્યું હતું.
હાલમાં કલકત્તાની ટીમનો વધુ એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ ‘નો મોર સાઈલન્સ'' સેલિબ્રેશન કરી રહ્યા છે. વન-ડે વર્લ્ડ કપની ફાઈનલ પહેલાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે અમદાવાદના સ્ટેડિયમમાં મેચ જોવા આવનાર ભીડને સાઇલન્સ કરવાની વાત કરી હતી અને તેણે એ કરી પણ બતાવ્યું હતું. આઇપીએલ ફાઇનલમાં શ્રેયસ ઐયરે તેની જ ટીમને એકતરફી અંદાજમાં હરાવીને તેને આ વિડિયો દ્વારા જડબાતોડ જવાબ આપ્યો હતો કે હવે વધારે સાઇલન્સ નહીં કરી શકાય.
(3:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
