<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th May 2024

ભારતીય પુરુષ જુનિયર હોકી ટીમ જર્મની સામે 2-3થી થઇ પરાસ્ત

 નવી દિલ્હી: ભારતીય જુનિયર પુરૂષ હોકી ટીમને યુરોપ પ્રવાસની ચોથી મેચમાં જર્મની સામે 2-3થી હારનો સામનો કરવો પડ્યો હતો જે ભારતીય ટીમ માટે યોગમ્બર રાવત અને ગુરજોત સિંહે એક-એક ગોલ કર્યો હતો.પહેલા ક્વાર્ટરમાં ઘણી એક્શન જોવા મળી હતી. ભારતીય ટીમને પેનલ્ટી કોર્નર દ્વારા લીડ લેવાની તક મળી હતી પરંતુ બંને ટીમો એકબીજાના બચાવને પાર કરી શકી ન હતી. પ્રથમ ક્વાર્ટર ગોલ રહિત રહ્યું હતું.બીજા ક્વાર્ટરની પાંચ મિનિટમાં જર્મનીએ મડાગાંઠ તોડી અને ફિલ્ડ ગોલ કરીને લીડ મેળવી. ભારતીય ટીમે તેના પુનરાગમનનો પ્રયાસ ચાલુ રાખ્યો અને હાફ ટાઈમમાં યોગંબર રાવતે પેનલ્ટી કોર્નરથી ગોલ કરીને સ્કોર 1-1થી બરાબર કરી દીધો.ભારતે ત્રીજા ક્વાર્ટરની થોડી જ મિનિટોમાં બીજો પેનલ્ટી કોર્નર મેળવ્યો હતો અને ફોરવર્ડ ગુરજોતે તેનો પૂરો ફાયદો ઉઠાવીને લીડ મેળવી હતી. જર્મનીએ થોડીવાર બાદ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર બરાબરી કરી દીધો હતો.ત્રીજા ક્વાર્ટર સુધી સ્કોર 2-2ની બરાબરી પર રહ્યો હતો. છેલ્લા ક્વાર્ટરની છેલ્લી મિનિટોમાં જર્મનીને પેનલ્ટી કોર્નર મળ્યો અને તેણે તેનો ફાયદો ઉઠાવ્યો અને મેચ 3-2થી જીતી લીધી.ભારતીય ટીમ આ યુરોપ પ્રવાસની છેલ્લી મેચ બુધવારે બ્રેડામાં જર્મની સામે રમશે.

(6:02 PM IST)