News of Thursday, 30th May 2024
તમે મેચોની રાહ જુઓ અને અમે તમારી રાહ જોઇ રહ્યા છીએઃ ISIS
ન્યુયોર્કમાં રમાનાર ભારત-પાક. મુકાબલામાં ISIS જુથે ધમકી આપતા હવે સુરક્ષા વધારી દેવામાં આવશે

મુંબઈ,તા. ૩૦: ટી-૨૦ વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં ૯ જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મહાન મેચ પર આતંકવાદી હુમલાનો ખતરો છે.
આઇએસઆઇએસ જૂથે ભારત અને પાકિસ્તાન મેચ માટે ધમકીભર્યો સંદેશ મોકલ્યો છે. ગેમ દરમિયાન રકતપાત થઈ શકે છે તેવું સૂચવતા જૂથે ફોટો પોસ્ટ કર્યા પછી ન્યૂયોર્કમાં હવે સુરક્ષા વધારી દેવામાં આવશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ૯ જૂનના રોજ ન્યુયોર્કના નાસાઉ સ્ટેડિયમમાં રમાશે. આઇએસઆઇએસ સમર્થક જૂથ દ્વારા એક ધમકીભરી પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તમે મેચોની રાહ જુઓ અને અમે તમારી રાહ જોઈ રહ્યા છીએ
ભારત અને પાકિસ્તાન બંને એવી ટીમો છે જેની મેચની ચાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચમાં હંમેશા સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હોય છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
