<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

ટીમ ઇન્‍ડીયાને પાંચ ટીમો સામે ખતરો

નવી દિલ્‍હી : ટી-૨૦ વર્લ્‍ડકપમાં ભારતને પ્રથમ રાઉન્‍ડમાં આસાન ગ્રુપ મળ્‍યું છે. પૂર્વ ચેમ્‍પિયન પાકિસ્‍તાન ઉપરાંત આયર્લેન્‍ડ, અમેરિકા અને કેનેડા છે. ટીમ ઈન્‍ડિયાને બીજા રાઉન્‍ડમાં વાસ્‍તવિક પડકારનો સામનો કરવો પડશે. તે સુપર-૮માં મજબૂત ટીમો સાથે સ્‍પર્ધા કરી શકે છે. 

ઓસ્‍ટ્રેલિયા

૨૦૨૧માં ટાઈટલ જીતનારી ઓસ્‍ટ્રેલિયન ટીમ અનુભવી ખેલાડીઓથી ભરેલી છે. કેમેરોન ગ્રીન તેની ટીમમાં એકમાત્ર એવો ખેલાડી છે જેની ઉંમર ૨૫ વર્ષથી ઓછી છે. જોશ ઇંગ્‍લિશ, ટિમ ડેવિડ અને નાથન એલિસ ૩૦ વર્ષની નજીક છે. કેપ્‍ટન મિચેલ માર્શ ઉપરાંત ટીમમાં ડેવિડ વોર્નર, ગ્‍લેન મેક્‍સવેલ, માર્કસ સ્‍ટોઈનિસ, મેથ્‍યુ વેડ અને પેટ કમિન્‍સનો સમાવેશ થાય છે જે ૩૦ વર્ષથી વધુ ઉંમરના છે. કયુમિન્‍સની કપ્તાની હેઠળ ઓસ્‍ટ્રેલિયન ટીમે ગયા વર્ષે વર્લ્‍ડ ટેસ્‍ટ ચેમ્‍પિયનશિપ અને વનડે વર્લ્‍ડ કપ જીત્‍યો હતો. આમ છતાં તેને T20ની કેપ્‍ટનશીપ મળી નથી. માર્શ, જે તેના કરતા એક વર્ષ મોટો છે, તે આ ફોર્મેટમાં કમાન સંભાળી રહ્યો છે.

ઇગ્‍લેન્‍ડ

 ડિફેન્‍ડિંગ ચેમ્‍પિયન ઈંગ્‍લેન્‍ડે તાજેતરના સમયમાં મર્યાદિત ઓવરો (ODI અને T20)માં તેની બેટિંગ શૈલી બદલી છે. કોઈપણ પરિસ્‍થિતિમાં બેખૌફ બેટિંગ આ ટીમની ઓળખ છે. જોસ બટલરની ટીમે છેલ્લે T20 વર્લ્‍ડ કપની સેમિફાઇનલમાં ભારતને ૧૦ વિકેટે હરાવ્‍યું હતું. આ ટીમના મોટાભાગના ખેલાડીઓ અનુભવી છે અને છેલ્લે ટી૨૦ વર્લ્‍ડ કપમાં રમ્‍યા હતા.

 ન્‍યૂઝીલેન્‍ડ

 કેન વિલિયમસન હંમેશા ન્‍યૂઝીલેન્‍ડને વર્લ્‍ડ કપ ફાઈનલ અને સેમીફાઈનલમાં લઈ જવાનો છે. આ ટીમ હંમેશા અંડરડોગ રહી છે. વિલિયમસને પોતાની સાથે ઘણા વરિષ્ઠ ખેલાડીઓ લીધા છે જેમની ઉંમર ૩૦ વટાવી ગઈ છે. ટ્રેન્‍ટ બોલ્‍ટ, ટિમ સાઉથી, લોકી ફર્ગ્‍યુસન, મેટ હેનરી, ડેવોન કોનવે, માઈકલ બ્રેસવેલ, મિચ સેન્‍ટનર અને જેમ્‍સ નીશમ. તેણે હંમેશા મુશ્‍કેલ સમયમાં પોતાનું કામ પૂર્ણ કરવાનો રસ્‍તો શોધી કાઢયો છે. આ ટીમ ગત વ્‍૨૦ વર્લ્‍ડ કપમાં સેમિફાઇનલ રમનારી ટીમથી અલગ નથી. ન્‍યૂઝીલેન્‍ડે ત્‍ઘ્‍ઘ્‍ ટૂર્નામેન્‍ટમાં હંમેશા ભારતને પરેશાન કર્યું છે.

 પાકિસ્‍તાન

 બાબર આઝમની પાકિસ્‍તાની ટીમ ગત સિઝનમાં ફાઈનલ રમી હતી. તે ઈંગ્‍લેન્‍ડ સામે હારી હતી. આ વખતે  પણ પાકિસ્‍તાનની ટીમ બિલકુલ એવી જ છે. પાકિસ્‍તાની ક્રિકેટરો હજુ સુધી T20માં કંઈ ખાસ કરી શકયા નથી. પીસીબીએ પાકિસ્‍તાન સુપર લીગમાં પ્રદર્શન કરનારા ખેલાડીઓ પર વિશ્વાસ બતાવવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે તમે મોહમ્‍મદ આમિર અને ઈમાદ વસીમની વાપસી જોઈ શકો છો. આઝમ ખાન, અબરાર અહેમદ અને સામ અયુબના સમાવેશથી ટીમમાં તાજગી આવી છે. આ ટીમે ૨૦૨૧ વ્‍૨૦ વર્લ્‍ડ કપમાં ભારતને હરાવ્‍યું હતું. જેના કારણે ભારતને સુપર-૧૨માં જ બહાર થવું પડ્‍યું હતું

 વેસ્‍ટ ઈન્‍ડિઝ

 જોઈન્‍ટ કિલર તરીકે ઓળખાતી વેસ્‍ટ ઈન્‍ડિઝની ટીમ ટી-૨૦ ક્રિકેટમાં હંમેશા સારું પ્રદર્શન કરે છે. આ વખતે તેની પાસે ટૂર્નામેન્‍ટ મેજબાની  પણ તેની પાસે છે. આવી સ્‍થિતિમાં તે કોઈપણ ટીમ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. બે વખત ટૂર્નામેન્‍ટ જીતનારી આ ટીમમાં ઘણા મેચ વિનર છે. આ ટીમે ૨૦૧૬ વ્‍૨૦ વર્લ્‍ડ કપની સેમિફાઇનલમાં ભારતને હરાવ્‍યું હતું. 

(3:27 PM IST)