<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 30th May 2024

‘સ્‍ટોપ ક્‍લોક' નિયમનો ઉપયોગ

બોલીંગ કરનાર ટીમે ૧ ઓવર પૂરી કર્યા બાદ ૧ મીનીટની અંદર બીજી ઓવર શરૂ કરવાની રહેશે


 

 આ વખતે ટી-૨૦ વર્લ્‍ડ કપમાં ‘‘સ્‍ટોપ ક્‍લોક'' નિયમનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે બોલિંગ કરનાર ટીમે એક ઓવર પૂરી થયાની ૬૦ સેકન્‍ડની અંદર જ બીજી ઓવર શરૂ કરવાની રહેશે. આ નિયમ પ્રમાણે દરેક ઈનિંગનો સમય ૧ કલાક ૨૫ મિનિટનો રહેશે અને ૨૦ મિનિટનો ઈન્‍ટરવલ રાખવામાં આવ્‍યો છે. વિશેષ પરિસ્‍થિતિને છોડીને મેચ ૩ કલાક ૧૦ મિનિટમાં ખતમ કરવાનો નિયમ બનાવવામાં આવ્‍યો છે.

(3:28 PM IST)