News of Thursday, 30th May 2024
કોહલી અને રોહિત ઓપનિંગમાં, રોહિતે મિડલ ઓર્ડરમાં બેટીંગ કરવી જોઇએ : વસીમ જાફર

નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન વસીમ જાફરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા લખ્યું કે, કેપ્ટન રોહિત શર્માને આ મેગા ઈવેન્ટમાં ત્રીજા કે ચોથા નંબર પર બેટિંગ કરવી જોઈએ. રોહિત જેવા ખેલાડી માટે આ પોઝિશન પર બેટિંગ કરવું મુશ્કેલ નથી કારણ કે તે પહેલા પણ આ નંબર પર રમી ચૂકયો છે. જ્યારે વિરાટ કોહલી અને યશસ્વી જયસ્વાલે ઇનિંગ્સની શરૂઆત કરવી જોઈએ. રોહિત સ્પિન ખૂબ સારી રીતે રમે છે, તેથી તે મધ્ય ઓવરોમાં ઝડપી રન બનાવી શકે છે.
વર્ષ ૨૦૦૭માં જ્યારે પહેલો ટી૨૦ વર્લ્ડકપ રમાયો હતો, ત્યારે રોહિત શર્માને કેટલીક મેચોમાં ફિનિશરની ભૂમિકા મળી હતી, જેમાં તેણે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં પણ ખૂબ જ મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. જો આપણે ટી૨૦ ઈન્ટરનેશનલમાં નંબર-૩ પોઝીશન પર રોહિતના રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ૩ ઈનિંગમાં ૬૩.૫૦ની એવરેજથી ૧૨૭ રન બનાવ્યા છે, જ્યારે નંબર-૪ પોઝીશન પર રોહિતે ૮ ઈનિંગ્સમાં બેટિંગ કરીને કુલ ૩૧.૩૩ રન બનાવ્યા છે. ૧૮૮ રન બનાવ્યા છે, જેમાં તેણે ૨ ઇનિંગ્સમાં ફિફટી પણ ફટકારી છે.(૨૧.૨૬)
ટી-૨૦ વર્લ્ડકપ ચેમ્પિયન ટીમને મળશે રૂા. ૧૩ કરોડ ૩૦ લાખ, રનર્સ અપ ટીમને મળશે ૬.૬૫ કરોડ રૂપિયા
જો કે IPL કરતા ઇનામી રકમ ખૂબ ઓછી
જ્યારે સેમી ફાઇનલમાં હારનારી બંને ટીમોને મળશે રૂા. ૩.૩૨ કરોડ, સુપર ઓવરમાં પરાજીત થનારી ટીમને ૫૮ લાખ રૂપિયા
દુનિયાભરની ઘણી ટીમો ટી૨૦ વર્લ્ડકપ માટે પોતાની તમામ તાકાત લગાવશે. ઘણા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળશે. જો આપણે ટી૨૦ વર્લ્ડ કપની પ્રાઈઝ મનીની વાત કરીએ તો તે આઈપીએલની તુલનામાં ઘણી ઓછી છે.
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪માં પ્રાઈઝ મની ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ની વાત કરવામાં આવે તો પ્રાઈઝ મની વધારે નથી. અહેવાલ અનુસાર ટી૨૦ વર્લ્ડકપ ટાઈટલ જીતનાર ટીમને ૧.૬ મિલિયન ડોલર એટલે ૧૩ કરોડ ૩૦ લાખ રૂપિયા મળશે. જયારે રનર-અપ ટીને ૬.૬૫ કરોડ રૂપિયા મળશે. ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ની કુલ પ્રાઈઝ મની ૫.૬ મિલિયન ડોલર એટલે કે ૪૬ કરોડ ૫૬ લાખ રુપિયા છે. ટી૨૦ વર્લ્ડ કપમાં સેમીફાઈનલ હારનારી બંને ટીમોને ૩.૩૨ કરોડ રૂપિયા મળશે. જયારે સુપર ૧૨માં હારનારી ટીમોને ૫૮ લાખ રૂપિયા મળશે. તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આઈપીએલના મુકાબલે ટી૨૦ વર્લ્ડકપમાં ઈનામી રાશી ઘણી ઓછી છે.
ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૪ પહેલા ટીમ ઈન્ડિયા સહિત મોટાભાગની ટીમો વોર્મ-અપ મેચ રમશે. ભારતની વોર્મ-અપ મેચ બાંગ્લાદેશ સામે છે. આ મેચ ૧ જૂને ન્યૂયોર્કમાં રમાશે. આ પછી ટીમ ઈન્ડિયાનો પ્રથમ મુકાબલો આયર્લેન્ડ સામે થશે. આ મેચ ૫ જૂને રમાશે. ૯મી જૂને ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. આ મેચ ન્યૂયોર્કમાં જ રમાશે.
(3:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
