News of Thursday, 30th May 2024
પાંચ-પાંચના ચાર ગ્રુપ, દરેક ગ્રુપની ટોપ-ટુ ટીમ સુપર-૮માં પહોંચશે

નવી દિલ્હી : આ વખતે યજમાન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા છે. જ્યાં ટી-૨૦ વર્લ્ડ કપની મેચો રમાશે. આ વખતે ટી-૨૦ વર્લ્ડ કપમાં ૨૦ ટીમો ભાગ લઈ રહી છે. ટી-૨૦ વર્લ્ડ કપ ૧ જૂનથી ૨૦ જૂન સુધી રમાશે. તમામ ૨૦ ટીમોને ૫-૫ના ૪ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપની ટોપ ૨ ટીમ સુપર ૮માં પહોંચશે. ત્યારબાદ ફરી ૮ ટીમોએ સુપર ૮ રાઉન્ડમાં મેચ રમવાની છે. સુપર ૮માં પણ ટીમોને ૪-૪ના બે ગ્રુપમાં રાખવામાં આવશે. સુપર ૮માં બંને ગ્રૂપની ટોપ ૨ ટીમો સેમિફાઈનલમાં પહોંચશે. બે સેમી ફાઈનલ મેચ રમાશે. ત્યારબાદ સેમિફાઈનલ મેચ જીતનારી ટીમો વચ્ચે ફાઈનલ મુકાબલો રમાશે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
