News of Thursday, 30th May 2024
ICC ટી-ર૦ વર્લ્ડકપ : ર૦ ટીમો મેદાનમાં, રોહિતની અગ્નિ પરીક્ષા
શું હીટમેન ૧૭ વર્ષ બાદ ટીમ ઇન્ડિયાને ફરી એક વખત ચેમ્પિયન બનાવી શકશે ? : ૧ જુને ભારતનો વોર્મઅપ મેચ બાંગ્લાદેશ સામે અને બીજો વોર્મઅપ મેચ પ જુને આયર્લેન્ડ સામે રમાશે

નવી દિલ્હી, તા. ૩૦ : અમેરિકા વેસ્ટ ઇન્ડીઝની યજમાનીમાં રમાનાર આઇસીસી ટી-ર૦ વર્લ્ડ કપની શરૂઆત ર જુનથી થવાની છે. આ ટુર્નામેન્ટમાં ર૦ ટીમો ભલે ભાગ લેવાની હોય પણ ટ્રોફી જીતવાની દાવેદાર માત્ર ૮ ટીમો જ છે. તેમાં વર્તમાન ચેમ્પિયન ઇંગ્લેન્ડ, ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, ન્યુઝીલેન્ડ, વેસ્ટ ઇંડીઝ, દક્ષીણ આફ્રિકા અને શ્રીલંકા છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા આ પ્રારૂપમાં સોથી સફળ કેપ્ટન છે.જેની જીતની ટકાવારી સૌથી વધારે છે.
આવો જાણીએ આ ટીમના કેપ્ટનોના આંકડાઓ
(૧) જોસ બટરલ, ઇંગ્લેડઃ શ્રેષ્ઠ પ્રદર્શન ર૦૧૦ અને ર૦રર માં ચેમ્પીયન ૩ર મેચોમાં કેપ્ટન શીપ ૧૭ જીત્યા, ૧૪ હાર્યા, ૧ માં પરીણામ નહીં વર્તમાન ચેમ્પીયન ઇંગ્લેનડના કેપ્ટન બટલર પાસે ટીમને સતત બીજી વાર ચેમ્પીયર બનાવવાની તક છે.
(ર) રોહિત શર્મા ભારત : શ્રેષ્ઠ પ્રદર્શન ર૦૦૭ માં ચેમ્પીયન
પ૪ મેચોમાં કેપ્ટનશીપ, ૪૧ જીત, ૧ર હાર, ૧ ટાઇ
રોહિત શર્મા પાસે પોતાની કેપ્ટનશીપમાં ભારતને કદાચ આખરી વખત વિશ્વ ચેમ્પીયન બનાવવાનો મોકો છે. એટલે રોહિતે પોતાના બેટથી જ દમ દેખાડવો પડશે એટલું જ નહીં ટીમને ૧૭ વર્ષ પછી ફરી એકવાર ચેમ્પીયન પણ બનાવવી પડશે.
(૩) બાબરા આઝમ, પાકિસ્તાન : શ્રેષ્ઠ પ્રદર્શન ર૦૦૯માં ચેમ્પીયન ૮૦ મેચમાં કપ્તાની, ૪૬ જીત, ર૭ હાર, ૭ પરિણાર વગર
બાબરા આઝમ બીજીવાર ટીમના કેપ્ટન બન્યા છે. ર૦ર૩ વન-ડે વિશ્વ કપમાં ખરાબ પ્રદર્શન પછી તેના પર સારા પ્રદેર્શનનું દબાણ રહેશે.
(૪) મિચલ માર્શ, ઓસ્ટ્રેલીયાઃ શ્રેષ્ઠ પ્રદર્શન ર૦ર૧ માં ચેમ્પીયન ૮ મેચોમાં કેપ્ટનશીપ, ૭ જીત, ૧ હાર
માર્શ પહેલીવાર વિશ્વકપમાં ઓસ્ટ્રેલીયાની કપ્તાની કરશે ટીમને બીજી વાર ચેમ્પીયન બનાવવાના તેના પ્રયાસો રહેશે.
(પ) વિલીયમ્સન, ન્યુઝીલેન્ડઃ શ્રેષ્ઠ પ્રદર્શન ર૦ર૧ માં રનર્સ અપ
૭૧ મેચમાં કેપ્ટનશીપ, ૩૭ જીત, ૩ર હાર, ૧ ટાઇ, ૧ પરિણામ વગર ર૦ર૧ માં વિલીયમ્સનની કપ્તાનીમાં ન્યુઝીલેન્ડની ટીમ જીતતા જીતતા રહી ગઇ હતી. ન્યુઝીલેન્ડને પહેલીવાર ચેમ્પીયન બનાવવાનું દબાણ તેના પર રહેશે.
(૬) રોવમેન પોવેલ, વેસ્ટઇન્ડીઝઃ શ્રેષ્ઠ પ્રદર્શન ર૦૧ર, ર૦૧૬માં ચેમ્પીયન ૧૭ મેચોમાં કપ્તાની,૧૦ જીત, ૭ હાર
યજમાન ટીમના કેપ્ટન પોવેલને ઘર આંગણે રમવાનો ફયાદો મળી શકે છે પણ ટ્રોફી જીતવા ટીમે એક થઇને રમવું પડશે.
(૭) માર્કરમ, દક્ષિણ આફ્રિકાઃ શ્રે ઠા પ્રદર્શતન ર૦૦૯ અને ર૦૧૪માં સેમી ફાઇનલ ૮ મેચમાં કેપ્ટનશીપ, ર જીત, ૬ હાર
દક્ષિણ આફ્રિકા પર ચોકર્સનો થથ્થો લાગેલ છે. માર્કરમની કોશિષ ટીમને પહેલીવાર ફાઇનલમાં પહોંચડવાની રહેશે.
(૮) હસરંગા, શ્રીલંકા : શ્રેષ્ઠ પ્રદર્શન ર૦રમાં ચેમ્પીયન ૭ મેચોમાં કપ્તાની,પ જીત, ર હાર.
હસરંગા વિશ્વકપમાં પહેલીવાર ટીમનું નેતૃત્વ કરશે. તેમણે થોડા સમય પહેલા જ ઇજામાંથી બહાર આવીને વાપસી કરી છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
